તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં સિટી બસો ફરી દોડતી કરી ઠેકાથી ચલાવવા નિર્ણય કરાયો

પાટણમાં સિટી બસો ફરી દોડતી કરી ઠેકાથી ચલાવવા નિર્ણય કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ પાલિકા દ્વારા હાલે યાંત્રિક ખરાબીથી બંધ પડેલી સીટી બસોને સ્થાનિક કક્ષાએ જ રીપેર કરાવી વહેલી તકે દોડતી કરવા અને તે પછી ઠેકા પદ્ધત્તિથી ચલાવવા જ્યારે નકામી પડેલી એમ્બ્યુલન્સને શબવાહિનીમાં ફેરવી શહેરમાં રૂ.1 ટોકન ચાર્જથી જ્યારે સિદ્ધપુર લઇ જવા માટે રૂ.500 ચાર્જથી આપવા નિર્ણય કરાયો હતો. જેનાથી મૃતકના પરિવારોને વાહન ભાડામાં રાહત થશે.

પાલિકા વાહનશાખા અને સીટી બસ સમિતિની બેઠક મંગળવારે પાલિકા હોલ ખાતે મળી હતી. જેમાં સીટી બસો રીપેર કરાવવા મુખ્ય ડીલર કંપનીનું એક બસમાં રૂ.સવા લાખ અને બીજી બસમાં રૂ.30,000 જેટલું અેસ્ટીમેટ પોષાય નહી માટે સ્થાનિક સ્તરે ઓછા ખર્ચે રીપેર થઇ શકે તેમ હોઇ આ માટે ટેન્ડરથી ભાવો મંગાવી રીપેર કરાવી ફરી દોડતી કરવા નક્કી કરાયું છે. વળી તેને ચલાવવા પાછળ આવક કરતાં જાવક વધારે હોઇ ઠેકાથી ચલાવવા નક્કી કરાયું છે. જ્યારે 12 વર્ષ અગાઉ મળેલી સરકારી અેમ્બ્યુલન્સ બે વર્ષથી ઉપયોગમાં નથી. ફેસીલીટી ન હોઇ 108 અાવ્યા પછી બિલકુલ કામની રહી નથી. અગાઉ નરેશ દવેઅે શબવાહીનીમાં ફેરવવા સુજાવ આપ્યો હતો. આ બેઠકમાં ચેરમેન તરફથી મુદ્દો રજુ થયો હતો જેને મંજુર કરાયો હતો. શબવાહીની માટે જરૂરી ફેરફારો કરાશે અને આરટીઓની મજુરી લેવાશે.

બેઠકમાં ચેરમેન બિપીનભાઇ પરમાર, ડો.નરેશ દવે, ગોપાલસિંહ રાજપૂત, મધુભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, બાબુભાઇ પટેલ, સીતાબેન પ્રજાપતિ, શાખાધિકારી નીતીન રામી તેમજ કર્મચારીઅો હાજર રહ્યા હતા.

વાહન શાખામાં 40 જેટલા વાહનો છે
પાલિકા વાહન શાખામાં હાલે 40 જેટલા નાના મોટા વાહનો છે. તેને ચલાવવા માટે 8 કાયમી અને 26 જેટલા અાઉટ સોર્સીંગથી ડ્રાયવરની સેવા લેવાય છે. તેના વીમા માટે રોકાયેલી એજન્સી થર્ડ ક્લાસ હોવાની ચર્ચા બાદ બદલી દેવા નક્કી કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...