• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • ગેરરીતિ પકડાતાં રણુંજ ગ્રા.પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયાં

ગેરરીતિ પકડાતાં રણુંજ ગ્રા.પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયાં

ગેરરીતિ પકડાતાં રણુંજ ગ્રા.પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયાં

DivyaBhaskar News Network

Aug 10, 2018, 03:35 AM IST
પાટણ તાલુકાના રણુંજ ગામના મહિલા સરપંચે ગ્રામ પંચાયતના વારીગૃહનું બિલ માફ હોવા છતાં મીનરલ વોટર પ્લાન્ટને અાપેલ પેટા કનેકશનનું દંડનીય બિલની રૂ. 40 હજારની ચૂકવણી ગ્રામ પંચાયતના ભંડોળમાંથી નિયમો વિરુદ્ધ કરતાં તેમજ ગામમાં પડી ગયેલા વૃક્ષોના લાકડાની હરાજી કરી ન હોવા સહિતના વિવિધ મુદ્દે આક્ષેપો થતાં તપાસના અંતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને હોદ્દા પરથી દૂર કરવાનો આદેશ કર્યો છે.

રણુંજ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરીનાબેન ઈબ્રાહિમભાઈ ગાંધી સામે ગામના જ નથ્થાજીતખાજી ઠાકોરે હોદ્દાના દુરૂપયોગ-ગેરરિતીની રજૂઆતો કરતા જિલ્લા વિકાસ અધિકારીએ પાટણ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપી હતી. જેને પગલે ટીડીઓએ તપાસ કરતા ઉત્તર ગુજરાત વીજ કંપની રણુંજ ડિવિઝનના નાયબ ઇજનેર દ્વારા 21 ડિસેમ્બર 2017થી વીજ અધિનિયમ 2003ની કલમ 126 હેઠળ પુરવણી બિલ રૂપિયા 99,866 દંડનીય બિલ આપેલું છે. ગ્રામ પંચાયતના વારિગૃહના વીજ જોડાણમાંથી બિન અધિકૃત આપેલા વીજ જોડાણની ચોરી પકડાતાં દંડનીય રકમનું બિલ સરપંચને આપવામાં આવ્યું હતું. સરપંચ આમ બિન-અધિકૃત વીજ જોડાણ આપી શકે નહીં તેમજ વીજ કંપનીએ આપેલા દંડનીય બિલની નોટિસ બાબતે કોઈ ખુલાસો સરપંચે કર્યો ન હતો અને સીધેસીધા પંચાયતના ભંડોળમાંથી રૂપિયા 40 હજારના નાણાં ચૂકવી ગેરવહીવટ કર્યો હતો. સરપંચે વીજ બીલ ભરવા માટે મીનરલ વોટર પ્લાન્ટ સંચાલક પાસેથી 50,000 લોક ફાળો લીધો હતો તે નિયમ વિરુદ્ધ છે. વધુમાં આ નાણાંનો ઉપયોગ કરવા માટે પણ ગ્રા.પં.ની પાણી સમિતિની મંજૂરી પણ લીધી નથી. ગામને મિનરલ વોટર પૂરું પાડવા માટે હાલ એવન મિનરલ વોટર કંપનીને ઇજારો પણ ગ્રા.પં.ની મંજૂરી વિના આપેલો હતો.

લાકડાની હરાજીની કર્યા વગરજ લાકડાં ગાયબ થયા

આ ઉપરાંત સુકાઈ ગયેલા ઝાડના લાકડાનો અધિકાર સરપંચને આપવામાં આવેલો હોવા છતાં આ લાકડાની હરાજીની કાર્યવાહી કર્યા વગરજ લાકડાં ગાયબ થઇ ગયા હતા. આવા વિવિધ કારણોસર ગામના સરપંચ ઝરીનાબેન ઈબ્રાહિમભાઈ ગાંધીને પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદ્દા પરથી દૂર કર્યા છે તેવું પાટણ જિલ્લા પંચાયતના સૂત્રોએ જણાવ્યું હતું.

X
ગેરરીતિ પકડાતાં રણુંજ ગ્રા.પંચાયતના મહિલા સરપંચને હોદ્દા પરથી દૂર કરાયાં
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી