તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સ્વાગત કાર્યક્રમમાં 16 પ્રશ્નોનું નિરાકરણ લાવવા એસપીની અધિકારીઓને સૂચના

સ્વાગત કાર્યક્રમમાં 16 પ્રશ્નોનું નિરાકરણ લાવવા એસપીની અધિકારીઓને સૂચના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ મંગળવારના રોજ જિલ્લા પોલીસ વડા શોભા ભુતડાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં નગર પાલિકા તાલુકા પંચાયત સમાજ કલ્યાણ કૃષિ પંચ સીટી સર્વે અને મામલતદાર કચેરીને લગતા 16 પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા તમામ શાખાના અધિકારીઓએ સૂચિત કરવામાં આવ્યા હતા.

પાટણ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં પાટણ શહેરના પ્રશ્નોમાં વારંવાર લીકેજ બનતી પાણીની પાઈપલાઈનોની સમસ્યા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત અને ભયજનક સ્થિતિમાં ઉભેલા મકાનો, મહોલ્લા, પોળોના રસ્તા પરના દબાણો પાણીના નળ જોડાણ બાબતેના રજૂ થયેલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવા પાલિકાના ઉપસ્થિત અધિકારીઓને જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચિત કરવામાં આવ્યા હતા. પાટણ મામલતદાર કચેરી ખાતે યોજાયેલ પાટણ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પાટણ મામલતદાર અશોક સીરેસીયા સહિત તાલુકાના અધિકારીઓ વિવિધશાખાઓના વડાઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...