પાટણમાં સોસાયટીના ગેટ પાસેથી વૃદ્ધાનો દોરો ખેંચાયો

વ્રજ ધામ સોસાયટીની ઘટના, બે ગઠિયાઓ મકાન નંબર પુછવાના બહાને દોરો લૂંટી બાઈકમાં ફરાર

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:35 AM
પાટણમાં સોસાયટીના ગેટ પાસેથી વૃદ્ધાનો દોરો ખેંચાયો
ચેનસ્નેચરોએ પાટણ શહેરમાં ગુરુવારે ડીસા ચોકડી નજીક આવેલી વ્રજધામ 1 સોસાયટી મુખ્ય ગેટ પાસે બાઇક પર આવેલા બે અજાણ્યા ગઠિયાઓ વૃદ્ધ મહિલાને મકાનનો નંબર પૂછવાના બહાને ગળામાં પહેરેલા સોનાના દોઢ તોલાના દોરાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

શહેરના ડીસા ચોકડી નજીક આવેલી વ્રજધામ એક સોસાયટીમાં રહેતા ૮૩ વર્ષીય પ્રેમીલાબેન આર ગુપ્તા ગુરુવારે સવારે 10:30 કલાકના અરસામાં શાકભાજીનો કચરો નાંખવા માટે સોસાયટીના બહાર આવ્યા હતા બાદમાં તેઓ પરત સોસાયટીમાં જતા ત્યારે સોસાયટીમાંથી જ બાઈક પર નીકળેલા બે અજાણ્યા શખ્સોએ ગેટ નજીક વૃદ્ધ મહિલા પ્રેમીલાબેન પાસે આવી મકાનનો નંબર પૂછવાના બહાને તેમની સાથે વાત કરી હતી તે વખતે મહિલાએ ચોકીદારને પૂછી જુઓ તેમ કહેતા બાઈકમાં પાછળ બેઠેલા યુવકે મહિલાએ પહેરેલો સોનાનો દોઢ તોલાનો દોરો ખેંચી લૂંટ કરી ભાગી ગયા હતો. દોરાને આંચકો મારતા મહિલાના ગળાના ભાગે ઉઝરડો થયો હતો. આ ઘટના મહિલાએ બી ડિવિઝન પોલીસ મથકે આ બાબતે અરજી આપતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનાની જાણકારી મેળવી હતી.

X
પાટણમાં સોસાયટીના ગેટ પાસેથી વૃદ્ધાનો દોરો ખેંચાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App