• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • ખલીપુર પાંજરાપોળમાં રહેતા પરિવારને મકાન ખાલી કરવા ટ્રસ્ટીઓની ધમકી

ખલીપુર પાંજરાપોળમાં રહેતા પરિવારને મકાન ખાલી કરવા ટ્રસ્ટીઓની ધમકી

સંસ્થાના 6 ટ્રસ્ટીઓ સામે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:35 AM
ખલીપુર પાંજરાપોળમાં રહેતા પરિવારને મકાન ખાલી કરવા ટ્રસ્ટીઓની ધમકી
સરસ્વતી તાલુકાના ખલીપુર પાંજરાપોળમાં છેલ્લા 21 વર્ષથી નોકરી કરીને રહેતા પરિવારને સંસ્થાના 6 ટ્રસ્ટીઓ દ્વારા કવાર્ટસ ખાલી કરવા માટે ધમકી આપતા હોવાની મહિલાની વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સરસ્વતી તાલુકાના ખલીપુર પાંજરાપોળમાં રહેતા જશીબેન ગણપતભાઇએ 21 જુલાઇના રોજ બપોરે તેમના ઘરે હાજર હતા તે વખતે સંસ્થાના ટ્રસ્ટીઓ આવની કર્વાટસ ખાલી નહિ કરો તો તમારો સરસામાન બહાર ફેકી દઇશું અને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપતા મહિલાને બીપીની તકલીફ હોવાની બેભાન થઇ ગઇ હતી. બાદમાં તેના પતિ આવીને તેને શરબત પાણી પીવડાતા મને થોડું ભાન આવ્યુ હતું. આ અંગે બાદમાં સમાધાનનો પ્રયત્ન નિષ્ફળ જતા 8 ઓગસ્ટ 2018ના રોજ વાગડોદ પોલીસ મથકે મહિલાએ 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

પાટણ પાંજરાપોળ સંસ્થાનો વહિવટ કરતા ટ્રસ્ટીઓ સામે ફરિયાદ

શાહ મુક્તિલાલ ચીમનલાલ, પાટણ

શાહ ધીરુભાઇ પુનમચંદ રહે.પાટણ

શાહ નીખીલ રવીંદ્ર રહે.મુંબઇ

શાહ દિપક રહે.મુંબઇ

શાહ રાજુભાઇ રહે.મુંબઇ

શાહ સતિશ રહે.અમદવાદ

X
ખલીપુર પાંજરાપોળમાં રહેતા પરિવારને મકાન ખાલી કરવા ટ્રસ્ટીઓની ધમકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App