Home » Uttar Gujarat » Latest News » Patan » પાટણના સિદ્ધનાથ મહાદેવ,જાળેશ્વર પાલડી અને દેલમાલના લીમ્બોજ મંદિરનું નવિનીકરણ કરાશે

પાટણના સિદ્ધનાથ મહાદેવ,જાળેશ્વર પાલડી અને દેલમાલના લીમ્બોજ મંદિરનું નવિનીકરણ કરાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:35 AM

પાટણ ખાતેના સિધ્ધનાથ મહાદેવ મંદિર, જાળેશ્વર પાલડી મહાદેવ મંદિર , દેલમાલના લીમ્બોજ માતા મંદિરનું નવીનીકરણ કરવા...

  • પાટણના સિદ્ધનાથ મહાદેવ,જાળેશ્વર પાલડી અને દેલમાલના લીમ્બોજ મંદિરનું નવિનીકરણ કરાશે
    પાટણ ખાતેના સિધ્ધનાથ મહાદેવ મંદિર, જાળેશ્વર પાલડી મહાદેવ મંદિર , દેલમાલના લીમ્બોજ માતા મંદિરનું નવીનીકરણ કરવા માટે તેમજ કોડધા વાડીલાલ તળાવમાં પ્રવાસન લક્ષી સુવિધાઓ ઉભી કરવા જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણય કરાયો હતો.પાટણમાં હેરીટેજ રોડ નમૂનેદાર બની રહે તે માટે તંત્રને યોગ્ય દરખાસ્તો કરવા સૂચના આપી હતી.

    કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં કલેકટરે કોડધા ડેમ સાઇટ પીવાનું પાણી અને વીજળીની સુવિધાઓ પુરી પાડવા સુઝાવ આપ્યો હતો. વર્ષ 2014-15 દરમિયાન સિધ્ધનાથ મહાદેવ, જાળેશ્વર પાલડી અને દેલમાલ માટે રૂ. ૫ કરોડની ગ્રાન્ટ મળેલી છે.પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ મારફતે કામ કરાશે. વાડીલાલ ડેમ સાઇટ માટે પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્વારા રૂ. 4.47 કરોડની ગ્રાન્ટના કામોની દરખાસ્ત વન વિભાગ દ્વારા તૈયાર કરાઇ છે. વર્ષ 2018-19માં વધુ રૂ. 10 કરોડ નવા કામોની દરખાસ્ત મુકાશે. જેમાં કલેકટરે પાટણમાં નમૂનેદાર હેરીટેઝ રોડ સાંઇબાબાના મંદિરથી રાણીની વાવ સુધી તૈયાર કરવા સુચના આપી હતી. ત્રિકમ બારોટની વાવ, ઝઝામ, લોટેશ્વરના વિકાસની પણ ચર્ચા કરાઇ હતી.

    બેઠકમાં બી.કે.જોષી, નાયબ વન સંરક્ષક જે.જે.રાજપુત, નાયબ પશુપાલન નિયામક નટુભાઇ પટેલ સહિત હાજર હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ