તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વચ્છતા સરવેમાં પાટણ રાજ્યમાં 20મા ક્રમે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારત સરકાર દ્વારા ગયા જાન્યુઆરી માસમાં સ્વચ્છતા અંગેનો સર્વે કરાયો હતો. જેમાં દેશભરમાં એક લાખની જનસંખ્યા ધરાવતા 4000 શહેરોનો સર્વે કરાયો હતો. જેનું પરિણામ જાહેર કરાતાં રાજ્યના 30 શહેરોની યાદીમાં પાટણ શહેર 20માં ક્રમે અાવ્યું છે. ડીસા 15મા, કલોલ 18મા ,પાલનપુર 24માં અને મહેસાણા 25માં ક્રમે રહ્યા હતા.

પાટણ શહેરને 265 રેન્ક અને 1823.29 માર્કસ મળ્યા છે. આ સર્વે ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયા દ્વારા કરાયો હતો. જેમાં કચેરીઓમાં સેનિટેશન, ફિલ્ડમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, જનજાગૃતિ કેળવવા માટેની કામગીરી, પબ્લિક ફીડબેક જેવા માપદંડો હતા. ભારત સરકાર દ્વારા રવિવારે આ સર્વેનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં પાટણમાં કામગીરી સુધરી છે તે શહેરીજનો માટે સુખદ અનુભૂતિ છે.

ગયા વર્ષે 467 શહેરો વચ્ચે સ્પર્ધા કરાઇ હતી. જેમાં પાટણને 111 મી રેન્ક મળી હતી જ્યારે અા વખતે 4000 શહેરોમાં 265 મું સ્થાન આવ્યું છે. હજુ હમણાં જ મ્યુનિસિપલ ઝોનલ કચેરીઓ શરુ થઇ છે ત્યારે ગાંધીનગર ઝોન સત્તાધીશો દ્વારા આગામી વર્ષે ઝોનની તમામ પાલિકાઅો 1 થી 100 રેન્ક વચ્ચે અાવી જાય તેવા પ્રયાસો કરવા સુચન કર્યું છે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

જિલ્લાની પાલિકાઅોનું ઉત્તર ઝોનમાં સ્થાન

પાલિકા રેન્ક સ્કોર
સિદ્ધપુર 718 1551

રાધનપુર 777 1412

ચાણસ્મા 836 1238

હારિજ 858 1093

ઉત્તર ગુજરાતના શહેરોની રેન્ક અને સ્કોર

શહેર રેન્ક સ્કોર
ડીસા 174 2184.34

કલોલ 227 1944.55

પાટણ 265 1823.29

પાલનપુર 306 1659

મહેસાણા 318 1615.52

અન્ય સમાચારો પણ છે...