તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • હારિજમાં ફુલવાદી વાદી વસાહતના 54 લાભાર્થીઓને અંત્યોદય કાર્ડ અપાયાં

હારિજમાં ફુલવાદી વાદી વસાહતના 54 લાભાર્થીઓને અંત્યોદય કાર્ડ અપાયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજમાં ફુલવાદી વાદી વસાહતમાં કુલ મળી 478 વાદી પરિવારો વસવાટ કરે છે. 54 પરિવારોને કલેક્ટર આનંદ પટેલના હસ્તે અંત્યોદય કાર્ડની એનાયતવિધિ કરાઇ હતી. આ અગાઉ બાકી પરિવારોને અંત્યોદય કાર્ડ અપાયા હતા. બાકી રહેલા 54 પરિવારોને કાર્ડ અપાતા 100 ટકા પરિવારોને અંત્યોદય કાર્ડ અપાયા છે.

108 પરિવારોને ઘરથાળના પ્લોટ આપવા માટે કાર્યવાહી હાથ ધરવા કલેકટરએ મામલતદારને સૂચના આપી હતી. વસાહતમાં 277 પાકા મકાનો છે અને 108 માંગણીદારો છે. જેમને વહેલી તકે પ્લોટ ફાળવવા કલેકટરએ હૈયાધારણ આપી હતી.

અંત્યોદય કાર્ડ હેઠળ રૂ.2 કિલોના ભાવે 25 કિલોગ્રામ ઘઉં અને રૂ. 3 ના ભાવે 10 કિલોગ્રામ ચોખા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. અંત્યોદય કાર્ડની એનાયત વિધિ વખતે જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈ, મામલતદાર એમ.કે.ભગોરા, નાયબ મામલતદાર એમ.એસ. ખરાડી અને વિચરતા સમુદાય સમર્થન મંચના મોહનભાઈ બજાણીયા હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...