તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • આણંદના શખ્સે ખોટા દસ્તાવેજોથી લોન લઈ પાટણ સેન્ટ્રલ બેન્ક સાથે ઠગાઇ કરી

આણંદના શખ્સે ખોટા દસ્તાવેજોથી લોન લઈ પાટણ સેન્ટ્રલ બેન્ક સાથે ઠગાઇ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણની સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં આણંદના એક શખ્શે રહેણાંક અને અન્ય ખોટા દસ્તાવેજો રજૂ કરી ક્રેટા ગાડી ખરીદવા માટે રૂ. 10 લાખની લોન મંજૂર કરાવી હત. બાદમાં લોન નહીં ભરી બેંક સાથે છેતરપિંડી કરતા બેંક મેનેજરે તેની સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

વલ્લભ વિદ્યાનગર આણંદ ખાતે રહેતા ધવન દિનેશભાઈ પુરોહિતે પાટણની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં હુન્ડાઈની ક્રેટા ગાડી ખરીદવા લોન કેસ મૂકી પાટણના યશવિહારના મકાનનું લાઈટ બિલ, નવા ગંજમાં સીએની ઓફિસ માટેનો ભાડા કરાર, ગુમાસ્તાધારાનું લાયસન્સ, ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન ઇન્કમટેક્સ રિટર્ન અને ગાડીનું બિલ સહિતના દસ્તાવેજો રજૂ કરતાં બેંકે તેની રૂ. 10 લાખની લોન મંજુર કરી નાણા ડીલર કંપની શિવધારા મોટર્સ વડોદરા ખાતે મોકલી આપ્યા હતા. ત્યારબાદ બેંકે ધવન પાસેથી વેરિફિકેશન માટે ગાડી મંગાવતાં તેના ડ્રાઈવર સાથે મોકલી આપી હતી. ગાડી 78339 કિલોમીટર ફરેલી જણાતાં બેંકને શક જતાં દસ્તાવેજોની બેંકે ખરાઇ કરતા વીમા પોલિસી, લાઈટ બિલ, ઇન્કમટેક્સ રિટર્ન અને ગાડીનુ બીલ બનાવટી હોવાનું જણાયું હતું. બેન્કે ધવનને બોલાવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો અને તેના ડ્રાઇવર સાથે સિક્યુરિટી માટે ગાડી મોકલી તેમજ રૂપિયા 9. 75 લાખનો ચેક મોકલી આપ્યો હતો. તે ચેક 15 ફેબ્રુઆરી પછી નાખવા માટે બેંક મેનેજરને કહ્યું હતું. પણ તે પછી ચેક નાખવા માટે વારંવાર ટાઇમ માગતા હતો. છેલ્લે બેંકે માર્ચ માસમાં ચેક નાખતાં તેનું ખાતું અને ચેક સ્ટોપ કરાયેલ જણાયું હતું. આમ ધવન પુરોહિત અને શિવ ધરા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ભાગીદારો સાથે ભળી જઈ ખરીદીનું ખોટું બિલ બનાવી બેન્કમાં રજૂ કરી છેતરપિંડી કરી હોવાની બેંકના મેનેજર અનિલભાઈ સીયારામભાઈ ચૌધરીએ બી ડિવિઝન પોલીસ મથકે ધવન કુમાર દિનેશભાઈ પુરોહિત સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...