રાધનપુર બી.એડ કોલેજમાં નાટક વાર્તાઓ અને કાવ્યગાન

રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:31 AM
રાધનપુર બી.એડ કોલેજમાં નાટક વાર્તાઓ અને કાવ્યગાન
પાટણ : રાધનપુરમાં બી.જે.ગઢવી બી.ઍડ કોલેજમાં રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિએ તાલીમાર્થીઓએ તેમના જીવન વૃતાંત, કાવ્ય ગાન,વાર્તાઓ અને નાટક રજૂ કરાયા. જેમાં વક્તવ્યમાં પ્રથમ ક્રમે જોષી મધુએ શિક્ષણની વિચારધારા, દ્વિતીય ક્રમે જોષી મમતાએ જીવન કવન, તૃતીય ક્રમે ચૌધરી મયુરે ગીતાંજલી અને દેસાઈ વિપુલે કવિના પ્રવાસનું વર્ણન કર્યું. ટૂંકીવાર્તામાં પ્રથમ ક્રમે ઠક્કર આરતીએ કાબુલીવાલા, દ્વિતીય ક્રમે જોષી વસુંધરાએ પોસ્ટ માસ્ટર, તૃતીય ક્રમે ખત્રી બરખાએ ઘાટની કથા રજૂ કર્યું હતું. કાવ્યગાનમાં પ્રથમ ક્રમે ચૌધરી નિતાએ ‘એકલા ચાલો', દ્વિતીય ક્રમે નાયક પ્રિયંકાએ ‘ચલ અકેલા’, તૃતીય ક્રમે સોડાભાઈએ માય મધર, પરમાર રાહુલ રહ્યા હતા. ત્યારબાદ પોસ્ટ ઓફીસ નાટક રજૂ થયું હતું. આ પ્રસંગે આચાર્ય ડૉ.મનીષાબેન વ્યાસ,પ્રા.દિલીપભાઈએ કવિવરના વિચારો રજૂ કરી ગ્રંથપાલ રામજીભાઇ ચૌધરીએ મૂલ્યાંકન પ્રવિધિ સંભાળી હતી. ભાગ લીધેલ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામ અપાયા.તસવીર-ભાસ્કર

X
રાધનપુર બી.એડ કોલેજમાં નાટક વાર્તાઓ અને કાવ્યગાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App