તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan બેંકમાંથી પૈસા લઈ નીકળતા વૃદ્ધના થેલીમાં ગઠિયાએ ચેકો મારી રૂ. 25,000 તફડાવ્યા

બેંકમાંથી પૈસા લઈ નીકળતા વૃદ્ધના થેલીમાં ગઠિયાએ ચેકો મારી રૂ. 25,000 તફડાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | પાટણમાં હિંગળાચાચર ચોકમાં આવેલ બેંક ઓફ બરોડામાં રૂપિયા 25000 ઉપાડી કપડાની થેલીમાં મૂકી એક નિવૃત શિક્ષક બેંકમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક લબરમૂછિયા યુવકે થેલીને ચેકો મારી એમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરીને ભાગી છૂટ્યો હતો. જે અંગે બેંક સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

પાટણ બેંક ઓફ બરોડામાંથી એક નિવૃત શિક્ષક પૈસા ઊપાડી રિક્ષામાં બેસવા જાય ત્યાં સુધી થેલીમાંથી નોટો ગાયબ થતા ફરિયાદ નોંધાવી
પાટણ શહેરના જળ ચોક વણકરવાસમાં રહેતા નિવૃત્ત શિક્ષક ગણેશભાઈ મગનભાઈ શ્રીમાળી ઉંમર વર્ષ 86 બુધવારે સવારે સાડા અગિયાર કલાકે બેંક ઓફ બરોડાના ખાતામાંથી પેન્શનના જમા થયેલ નાણાં પૈકી રૂ.25000 ઉપાડીને 500ના દરની 48 અને રૂપિયા 100ના દરની 10 નોટો તેમની પાસેની કપડાની થેલીમાં મૂકી બેંકમાંથી બહાર ગયા હતા અને રિક્ષામાં બેસવા જતા થેલીમાં પૈસા ન જણાતા પાછા બેંકમાં ગયા હતા અને પૈસાની શોધખોળ કરતા ન મળ્યા. જ્યારે બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કરાવતા એક અજાણ્યો છોકરો આશરે 18 વર્ષનો તેમની પાછળ થઈ કપડાની થેલીને ચેકો મારી રોકડ રકમ લઈ નાસી ગયાનું જણાતા xપાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી લાલ કલરની આખી બોયનુ ટીશર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ છોકરાની શોધખોળ પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...