Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » કેશણીમાં મનરેગામાં ભથ્થા ચાઉ કર્યાના કૌભાંડમાં તપાસમાં મીંડુ

કેશણીમાં મનરેગામાં ભથ્થા ચાઉ કર્યાના કૌભાંડમાં તપાસમાં મીંડુ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:31 AM

ત્રણ દિવસ બાદ ફરીથી રજૂઆત કરવામાં આવી

  • કેશણીમાં મનરેગામાં ભથ્થા ચાઉ કર્યાના કૌભાંડમાં તપાસમાં મીંડુ
    ચાણસ્મા તાલુકાના કેશણી ગામમાં મનરેગા યોજનામાં શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોની મસ્ટરમાં હાજરી પૂરી સરપંચે ગેરકાયદેસર રીતે ભથ્થા ઉપાડી લીધા હોવાની બાબતે ગુરુવારે યુવકોએ ફરીથી કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે રજૂઆત કરી છે ત્યારે તેમણે પણ તપાસ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. માત્ર આશ્વાસન મળે છે કાર્યવાહી થતી નથી તેવો રોષ લોકોએ ઠાલવ્યો હતો.

    કેશણીગામે સીઆરસી શિક્ષક મહેશભાઈ પટેલના પત્ની આશાબેન પટેલ સરપંચ છે પણ સરપંચની કામગીરી તેમના પતિ મહેશભાઈ પટેલ કરે છે જેમાં ગામમાં મનરેગા યોજનામાં તળાવ ખોદકામ અને પેવર બ્લોકની કામગીરીમાં ૧૨ થી ૧૬ વર્ષના કેશણી પ્રા.શાળા અને જ્યોતિ વિદ્યાલય ગંગેટના છાત્રોની મસ્ટરમાં હાજરી પૂરી ભથ્થા ઉપાડી લીધાનો આક્ષેપ કરાયો છે.અગાઉ નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરાવવાની ખાતરી આપી હતી. જેને ત્રણ દિવસ થવા છતાં કોઇ નક્કર પગલાં લેવાયા નથી.

    ભાસ્કર ન્યૂઝ પાટણ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending