• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • સાટામાં લગ્ન કરેલ મહિલાને મારઝૂડ કરી સાસરિયાએ ઘરમાંથી કાઢી મુકી

સાટામાં લગ્ન કરેલ મહિલાને મારઝૂડ કરી સાસરિયાએ ઘરમાંથી કાઢી મુકી

કાંસા ગામની પરણિત દિકરીએ ધનાવડાના પતિ સહિત સાસરીયાના 4 સામે ફરિયાદ નોંધાવી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:31 AM
સાટામાં લગ્ન કરેલ મહિલાને મારઝૂડ કરી સાસરિયાએ ઘરમાંથી કાઢી મુકી
કાંસા ગામના ભાઇ-બહેનના લગ્ન સામે ધનાવડા ગામના ભાઇ-બહેનના સાટામાં લગ્ન થયેલા પરંતુ લગ્ન કાંસા પિયર રીસાઇને બેઠેલ મહિલાને પતિ સહિત ચાર શખસોએ ત્રાસ આપી મારઝુટ કરી ઘરમાંથી કાઢી મુકી હોવાની વાગડોદ પોલીસ મથકે ફરિયાન નોંધાવી હતી.

સિદ્વપુર તાલુકાના ધનાવાડા ગામના મીનકાબેન અનુપજી ઠાકોર અને તેમના ભાઇના લગ્ન કાંસા ગામે સામ સામે સાટામાં થયેલા હતા. ત્યારે મીનકાબેન તેમના પિયર કાંસા ગામે રહેતા હતા તે વખતે 20 જુનના રોજ પતિ, સસરા, નણંદ અને કાકા સસરા ત્રણ વરસ અગાઉ શારીરિક માનસિક ત્રાસ આપી કહેલ કે તારો ભાઇ અમારી દિકરી વિનાબેનને કેમ ત્રાસ આપે છે તેમ કહિ મેણાં ટોણા મારી ગડદાપાટુનો માર મારીને કહેલ કે જાનથી મારી નાખીશું તેમ કહિ પહેરેલ કપડે કાઢી મુકી હોવાની મહિલાએ વાગડોદ પોલીસ મથકે શખ્સ પતિ ઠાકોર લાલાજી મથુરજી , સસરા ઠાકોર મથુરજી હમીરજી, નંણદ વીનાબેન મથુરજી ઠાકોર અને કાકા સસરા દશરથ હમીરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

X
સાટામાં લગ્ન કરેલ મહિલાને મારઝૂડ કરી સાસરિયાએ ઘરમાંથી કાઢી મુકી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App