• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • તમારી દીકરીને કેમ નથી મોકલતા કહી જમાઇએ સાસુને પાઇપ મારી

તમારી દીકરીને કેમ નથી મોકલતા કહી જમાઇએ સાસુને પાઇપ મારી

કાકોશીની મહિલાએ 3 સામે ફરિયાદ નોંધાવી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:31 AM
તમારી દીકરીને કેમ નથી મોકલતા કહી જમાઇએ સાસુને પાઇપ મારી
સિદ્ધપુરના કાકોશીમાં રિસાઈને ઘરે બેઠલી મહિલાના ઘરે વારાહીના પતિ સહિત ત્રણ શખ્સોએ આવીને સાસુને જમાઇએ લોખંડની પાઇપ મારી તેઓને છોડાવવા દિકરી વચ્ચે પડતા તેને લાફો મારીને બુમા બુમ થતા જીપગાડી લઇને નાશી છૂટયા હતા.

સિદ્વપુર તાલુકાના કાકોશી ગામે બાનુબેન ઇમામશા તેમની દિકરી મુમતાજબેન લગ્ન વારાહી ખાતે કરેલા તેને સંતાનમાં ચાર દિકરી અને બે દિકરા છે પરંતુ લગ્ન જીવન દરમ્યાન છેલ્લા બે માસથી રીસાઇને કાકોશી ખાતે રહેતી હતી ત્યારે મંગળવારે સાંજના સુમારે જમાઇ સહિત ત્રણ શખ્સો આવીને કહેવા લાગેલ કે તમારી દિકરીને કેમ મોકલતા નથી તમો શું સમજો છો તમે કહી જમાઇએ લોખંડની પાઇપ સાસુના જમણા હાથના બાવળામાં ભાગે મારેલ તે વખતે દિકરી છોડાવવા આવતા તેને લાફો મારી બુમા બુમ થતા જીપ ગાડી લઇને ત્રણ શખ્સો નાશી છૂટયા હોવાની મહિલાએ કાકોશી પોલીસ મથકે ત્રણ શખ્સો ફકીર જાહગીરશા બિશુશા, ફકિરજાવીદશા બિશુશા અને ફકિર બિશુશા જિવાશા રહે.વારાહી સામે ફરીયાદ નોંધાવી હતી.

X
તમારી દીકરીને કેમ નથી મોકલતા કહી જમાઇએ સાસુને પાઇપ મારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App