સરિયદ અને રાધનપુરમાંથી જુગાર રમતાં સાત ઝડપાયા

પોલીસે 46 હજારનો મુદ્દો જપ્ત કર્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:31 AM
સરિયદ અને રાધનપુરમાંથી જુગાર રમતાં સાત ઝડપાયા
પાટણ જિલ્લામાં જુગારની બંદીને નાબુદ કરવા પોલીસેે સરિયદમાં જુગાર રમતા 5 શખ્સો અને રાધનપુર વરલી મટકા રમાડતા બે શખ્સોને 46535ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

સરસ્વતીતાલુકાના સરિયદગામે બાતમી અાધારે પોલીસે રેડ કરી 5 મોબાઇલ અને બે બાઇક સાથે કુલ રૂ.45,190 સાથે 5 શખ્સોને ઝડપ્યા હતા. જ્યારે રાધનપુર રાજગઠી પાસે જીબી તરફ જવાના રસ્તા પર પોલીસ વરલી મટકાનો જુગાર રમતાં બે શખ્સોને સાહિત્ય રોકડ રૂ.1,345 સાથે પકડ્યા હતા તમામ સાથે જુગારધારા મુજબ ગુનો નોંધાયો હતો.

ઝડપાયેલા જુગારી

સરીયદ :
તળજાભાઇ ભેમાભાઇ પ્રજાપતિ, ચૌધરી જયંતિભાઇ મેધાભાઇ, ચૌધરી શૈલેશભાઇ મેધાભાઇ, પ્રજાપતિ વીષ્ણુભાઇ બળવંતભાઇ રહે. સરીયદ

રાધનપુર : સથવારા કિરણભાઇ જગદીશભાઇ, અબ્દુલગફારખાન ઉર્ફે બચુભાઇ અહેમદખાન મલેક રહે.તમામ રાધનપુર

X
સરિયદ અને રાધનપુરમાંથી જુગાર રમતાં સાત ઝડપાયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App