Home » Uttar Gujarat » Latest News » Patan » પાટણમાં પ્રથમ વખત આદિવાસી સમાજની ઝાંખી પ્રસ્તુત કરતી ભવ્ય શોભાયાત્રા નીકળી

પાટણમાં પ્રથમ વખત આદિવાસી સમાજની ઝાંખી પ્રસ્તુત કરતી ભવ્ય શોભાયાત્રા નીકળી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:31 AM

વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ : યુનિવર્સિટીના રંગ ભવન હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો

  • પાટણમાં પ્રથમ વખત આદિવાસી સમાજની ઝાંખી પ્રસ્તુત કરતી ભવ્ય શોભાયાત્રા નીકળી
    પાટણ શહેરમાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે અખિલ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ પાટણ દ્વારા સૌ પ્રથમવાર શહેરમાં આદિવાસી સમાજની ઝાંખી પ્રસ્તુત કરતી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી તેમજ યુનિવર્સિટીના રંગ ભવન હોલ ખાતે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સમાજના વિકાસ અને પ્રકૃતિ ના જતન માટે સમાજના અગ્રણીઓ દ્વારા વક્તવ્ય આપ્યું હતું.

    પાટણમાં વસતા અને નોકરી ધંધાર્થે પાટણમાં આવીને સ્થાયી થયેલા આદિવાસી સમાજ દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરી રહી છે જે અંતર્ગત 9મી ઓગસ્ટ ગુરુવારે અખિલ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજ પાટણ દ્વારા શહેરના સૂર્યનગર ભીલવાસથી શહેરમાં પ્રથમવાર શોભાયાત્રા કાઢી હતી. જેમાં આદિવાસી સમાજના યુવાનોએ આદિવાસી વેશભૂષા તેમજ તીર કામઠા, ભાલા, તલવાર જેવા પરંપરાગત હથિયારો સાથે આદિવાસી સમાજની ઝાંખી પ્રસ્તુત કરતા વિવિધ ટેબ્લો શોભા યાત્રામાં સામેલ કર્યા હતા. શોભાયાત્રા યુનિવર્સિટીના રંગ ભવન ખાતે પૂર્ણ થઈ હતી.

    યુનિવર્સિટીના રંગ ભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સમાજના યુવાનોએ આદિવાસી નૃત્યો જેવા કે ચૌધરી નૃત્ય, ડાંગી નૃત્ય, વાંસદાનું નૃત્ય, ટીમલી નૃત્ય અને નાટક તેમજ ડાન્સ રજૂ કર્યા હતા.તેમાં મુખ્ય મહેમાનોમાં કાર્યપાલક ઇજનેર અશ્વિનભાઈ પટેલ, પ્રોફેસર કનુભાઇ રાઠવા આંકડા અધિકારી મહેસાણા દિલીપ ભાઈ ચૌધરી, પી.આઈ પાટણ અજય કુમાર પાંડવ, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇ વિભાગ પાટણ માધુભાઈ ભોયા રાજુભાઇ ઝાલા સહિત સમાજના અગ્રણીઓ મહિલાઓ યુવાનો બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

    પાટણ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.તસવીર-ભાસ્કર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ