તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan પત્નીને કેસ પાછો ખેંચવાનું કહી પતિએ મારઝૂડ કરી

પત્નીને કેસ પાછો ખેંચવાનું કહી પતિએ મારઝૂડ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર ખાતે કોર્ટમાં કેસની મુદત આવેલ મહિલા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પતિએ કેસ પાછો ખેંચી લેવા કહી જાનથી મારી નાખવાની ધમકી આપી મારઝૂડ કરતા આ મામલે પતિ અને સાસુ વિરુદ્ધ પોલીસ મથક ફરિયાદ દાખલ થઇ હતી.

સુરત ખાતે ગોગા પેલેસમાં રહેતા અરવિંદભાઈ હીરાભાઈ પટેલ વરવાડીયાના દીકરી બિન્દુબેન ઉંમર વર્ષ 31 બુધવારે સિધ્દ્ધપુર કોર્ટમાં મુદતે આવી પરત જવા સાંજે ચાર વાગે બજારમાં ડોક્ટર ભાર્ગવના દવાખાના પાસે રેલવે વળાંકમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પતિ પટેલ મહેશભાઈ કાંતિભાઈ અને સાસુ આશાબેન કાંતિભાઈ રહે. બીલીયા બંન્નેએ બિંદુ બેનને કેસ પાછો ખેંચી લે નહિતર જાનથી મારી નાખીશું એમ કહી મહેશભાઇ પટેલે પાછળથી ફેટ મારી હતી જ્યારે આશાબેન કાંતિલાલ પટેલ તેણીને અપશબ્દો બોલ્યા હતા. જેઓ સામે બિંદુબેને સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...