તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan ગાંધી આશ્રમના 3 વિદ્યાર્થીઓના મોત પગલે આશ્રમમાં અભ્યાસ કરતા છાત્રોના વાલીઓ દોડી આવ્યા

ગાંધી આશ્રમના 3 વિદ્યાર્થીઓના મોત પગલે આશ્રમમાં અભ્યાસ કરતા છાત્રોના વાલીઓ દોડી આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધી આશ્રમના ત્રણેય વિદ્યાર્થીઓના મોતના સમાચારો પ્રસરતા ગાંધી આશ્રમ ખાતે કચ્છ, રાધનપુર, બનાસકાંઠામાંથી અભ્યાસ અર્થે ગાંધી આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમના બાળકોને મળવા દોડી આવ્યા હતા. આ અંગે ચાણસ્મા પોલીસ મથકે અરજી સાથે લેખિત રજૂઆત કરાઇ હતી. જેના પગલે ઇચાર્જ પીઆઇ પી.જે.સોલંકી દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

જ્યારે ધટના બની તે ખુબજ દુ:ખદ છે પરંતુ અન્ય વિદ્યાર્થીઓને કોઇજ તકલીફ નથી. ગાંધી આશ્રમમાં બિલકુલ શાંતિનુ વાતાવરણ છે જેથી ગાંધીઆશ્રમ ઝિલીયામાં અભ્યાસ કરતા બહારગામના વિદ્યાર્થીઓના વાલીઆએ કોઇ પણ અફવા કે ખોટી વાતોમાં ન આવી તમામ વિદ્યાર્થીએ ની ચિંતા ઝિલિયા આશ્રમ દ્વારા કરવામાં આવે છે તેવું સંસ્થાના માલજીભાઇ દેસાઇ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...