તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan 4 ગ્રા.પં.માં વિવાદમાં રહેલા તલાટી મંત્રીને આખરે ફરજ મોકૂફ કરાયા

4 ગ્રા.પં.માં વિવાદમાં રહેલા તલાટી મંત્રીને આખરે ફરજ મોકૂફ કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુરના બકુત્રા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી આર વી પટેલ ફરજમાં અનિયમિત ગ્રામજનોને કામ લેવામાં બોલાચાલી થવી, લોકોના કામો ન થતા બદલી કરવા સરપંચની માગણી તેમજ રાધનપુરના શેરગઢ અને નજુપુરા ગ્રામ્ય પંચાયત જ્યારે હારીજની ગોવના ગ્રામ પંચાયતમાં ફરજ દરમિયાન અનિયમિતતા ઉચાપત રેકર્ડ ગુમ થવા, આદેશોનું પાલન ન કરવું જેવા કારણોસર નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરુ દ્વારા ફરજ મોકૂફ કરી ખાતાકીય તપાસ હાથ ધરવા આદેશ કરાયો છે.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી એમ એન ચૌહાણ ફરજ મોકૂફીના આદેશમાં શરતો પણ કરાઈ છે. જેમાં તેઓ ખાનગી નોકરી સ્વીકારે અથવા ધંધો કરે તો દોષિત થશે અને પગલા લેવાશે.

આ કારણોસર ફરજ મોકુફ કરાયા

-2012માં હારિજના ગોવનામાં સીસી રોડનું બિલ ચૂકવણીમાં નાણાં ચેકથી લઈ પંચાયતના ખાતામાં જમા ન કરાવા અને ખુલાસો પણ ન કર્યો. સુનાવણીમાં હાજર ન હતા.

-રાધનપુરના શેરગઢ ગ્રામ પંચાયત અને નજુપુરા ગ્રામ પંચાયત હાલના સંબંધિત તલાટીને સુપ્રત કરેલ નથી. શેરગઢ ગ્રામ પંચાયતનું નાણાપંચના ઓડીટ થયેલ નથી. નજુપુરા ગ્રામ પંચાયતની જમાબંધી થયેલ નથી અને વેરા વસુલાત ના રોજમેળ ચાર્જમાં આપેલ નથી.

બકુત્રા ગ્રામ પંચાયતમાં માનસિક રીતે અવ્યવસ્થિત હોવાના કારણે અનિયમિત રહી કામગીરીમાં બેદરકાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...