તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan રાજ્યમાં બનેલી બળાત્કારની ત્રણ ઘટનાના આરોપીઓને ફાંસીની સજા આપવા માગણી

રાજ્યમાં બનેલી બળાત્કારની ત્રણ ઘટનાના આરોપીઓને ફાંસીની સજા આપવા માગણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ | રાજ્યમાં બનેલી બળાત્કારની ત્રણ ઘટનાના આરોપીઓને ત્વરિત ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગ સાથે ગુરુવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાટણ કલેકટર આનંદ પટેલ ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ત્વરિત સકારાત્મક કાર્યવાહી નહીં કરાય તો રાજ્યમાં આંદોલન ચલાવવાની ચીમકી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિભાગ સંયોજક મયંકભાઇ બારોટ જિલ્લા સંયોજક નરેશભાઈ ઠાકોર જિલ્લા સમિતિ સદસ્ય સંદીપ દરજી વિવેક જોષી સહિતના કાર્યકરોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં 20 દિવસમાં બળાત્કારના આરોપીને ફાંસીની સજા આપી હતી તેમ ગુજરાતમાં પણ તેનાથી ઓછા સમયમાં સજા આપવામાં આવે તેવી માગ કરી છે.

આ ઘટનાઓમાં પીડિત દીકરીઓના માતા-પિતા મજુર છે ત્યારે તેના બધા પ્રકારના ઉપચાર અને કાયદાકીય ખર્ચ સરકાર દ્વારા વહન કરવામાં આવે પીડિત બાળકીઓના જીવનની સુરક્ષા પર પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. તેના પર સરકાર ગંભીરતાથી વિચાર કરે તેમજ એમના શિક્ષણનો સમગ્ર ભાર સરકાર ઉપાડે આ ઘટનાની સકારાત્મક કાર્યવાહી ત્વરિત કરવામાં આવે નહિતર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન ચલાવશે તેવી ચીમકી આપવામાં આવી છે.

એબીવીપીએ પાટણ કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી.

અન્ય સમાચારો પણ છે...