રણાસણ ગામે 11 પાટીદાર યુવકો 24 કલાકના ઉપવાસ પર ઉતર્યા

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:30 AM IST
Patan - રણાસણ ગામે 11 પાટીદાર યુવકો 24 કલાકના ઉપવાસ પર ઉતર્યા
પાસ કન્વીનર હાર્દિક પટેલના સમર્થનમાં ચાણસ્મા તાલુકાના રણાસણ ગામે 11 પાટીદાર યુવકો 24 કલાકના અનશન પર ઉતર્યા છે. જ્યારે પાટીદારો દ્વારા રામ ધુન શરૂ કરી છે. જ્યારે પીંપણ ગામે પણ પાટીદાર મહિલાઓએ થાળી વેલણ વગાડી સરકાર સામે સૂત્રોચાર કર્યા હતા.

શનિવારે રણાસણ ગામે 11 પાટીદાર યુવકો અક્ષય પટેલ, આકાશ પટેલ, મિત પટેલ, મેહુલ પટેલ, આકાશ પટેલ, મૌલિક પટેલ, ધવલ પટેલ, ઉમંગ પટેલ, હર્ષદ પટેલ, રવિ પટેલ અને ચિરાગ પટેલ સહિત સવારે 9 કલાકથી ૨૪ કલાકના ઉપવાસ પર ઉતર્યા છે જ્યારે ગામના પાટીદારોએ રામ ધુન શરૂ કરી છે. રવિવારે સવારે ઉપવાસ પર ઉતરેલા યુવકોના પારણા થાય ત્યાં સુધી રામ ધુન ચાલુ રામ ધુન ચાલુ રાખવાનો નિર્ધાર કરાયો છે.

જ્યારે પીંપળ ગામે શુક્રવારે રાત્રે પાટીદાર મહિલાઓ થાળી વેલણ સાથે નીકળી ગામ વચ્ચે એકત્ર થઇને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

રણાસણ ગામના પાટિદારો દ્ધારા હાર્દિકના સમર્થમમાં રામધુન

X
Patan - રણાસણ ગામે 11 પાટીદાર યુવકો 24 કલાકના ઉપવાસ પર ઉતર્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી