Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણમાં રામધૂન, સિદ્ધપુરના ઠાકરાસણની મહિલાઓના થાળી-વેલણ વગાડી છાજીયા

પાટણમાં રામધૂન, સિદ્ધપુરના ઠાકરાસણની મહિલાઓના થાળી-વેલણ વગાડી છાજીયા

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:30 AM

પાટણ, સિદ્ધપુર | પાટીદાર અનામત તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલા પાસ નેતા હાર્દિક...

  • Patan - પાટણમાં રામધૂન, સિદ્ધપુરના ઠાકરાસણની મહિલાઓના થાળી-વેલણ વગાડી છાજીયા
    પાટણ, સિદ્ધપુર | પાટીદાર અનામત તેમજ ખેડૂતોના દેવા માફીની માંગ સાથે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરેલા પાસ નેતા હાર્દિક પટેલના આરોગ્યની સુખાકારી અર્થે અને ગુજરાતની ભાજપ સરકારને સદબુદ્ધિ પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશથી શુક્રવારે રાત્રે પાટણ શહેરના અઘારા દરવાજા બહાર આવેલ મોહન નગર સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામની 150થી વધુ મહિલાઓ એકત્રિત થઈ રામધૂન બોલાવી થાળી-વેલણ વગાડીને વિરોધ કરી જય સરદાર જય પાટીદારના નારા લગાવ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં પાટીદાર યુવાનો અને મહિલાઓએ સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા. અને ભાજપ સરકારના છાજિયાં લીધા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ