• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - સપ્તાહ બાદ સિદ્ધપુરમાં 4 મીમી, પાટણમાં 1 મીમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સપ્તાહ બાદ સિદ્ધપુરમાં 4 મીમી, પાટણમાં 1 મીમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

મહેસાણા, વિસનગર અને સતલાસણામાં 2-2 મીમી વરસાદ, બ.કાં.માં ઝાપટાં

DivyaBhaskar News Network | Updated - Sep 09, 2018, 03:30 AM
Patan - સપ્તાહ બાદ સિદ્ધપુરમાં 4 મીમી, પાટણમાં 1 મીમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
જિલ્લામાં એક સપ્તાહ બાદ ફરી શનિવાર સવારે વાતાવરણે મિજાજ બદલતાં દિવસભર કાળા વાદળો વચ્ચે જિલ્લો ઘેરાયેલો રહ્યો હતો. શનિવારે દિવસ દરમિયાન પાટણ સિદ્ધપુર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં છુટા છવાયાં ઝરમર વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સિદ્ધપુરમાં ૪ મીલીમીટર અને પાટણમાં એક મીલીમીટર વરસાદ થયો હતો.

મહેસાણા, વિસનગર અને સતલાસણા પંથકમાં 2-2 મીમી વરસાદ સાથે વરસ્યો હતો. મહેસાણા, વિસનગર અને સતલાસણા પંથકમાં 2-2 મીમી વરસાદ સાથે વરસ્યો હતો. હિંમતનગર માં 07 મિમી ,ઇડર માં 06 મિમી ,વડાલી 09 મિમી વરસાદ નોધાયો હતો.

ઉ.ગુ.માં બે દિવસ છૂટો છવાયા હળવા વરસાદની સંભાવના

દસ દિવસ બાદ હળવા વરસાદી છાંટા પડતાં ગરમીથી ત્રસ્ત થયેલા લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે આગામી બે દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં છૂટો છવાયા હળવો વરસાદ પડશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

X
Patan - સપ્તાહ બાદ સિદ્ધપુરમાં 4 મીમી, પાટણમાં 1 મીમી વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App