પાટણ | રોટરી કલબ ઓફ પાટણ અને કાશીહીરા ફાઉન્ડેશન દ્વારા ખેલ રમતોત્સવ 2018નું ઉદ્દઘાટન જીમખાના ખાતે રમત ગમત સંકુલના કોચ બુંદેલા, જીમખાના પ્રમુખ ડો.બાબુભાઈ પટેલ, સંતોષ ગુરુજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. બે દિવસ ચાલનારા રમતોત્સવમાં ટેનિસ, વોલીબોલ, બેડમિન્ટન, સ્વિમિંગ, રસ્સાખેંચ, ગિલીદંડો સહિતની સ્પર્ધા પણ યોજવામાં આવી છે. વિજેતા રમતવીરોને રવિવાર સાંજે ૪ કલાકે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે. આ પ્રંસગે રોટરી પ્રમુખ પરેશ પટેલ, મંત્રી જયરામ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન ડો.પરિમલ જાની, કાશીહીરા ટ્રસ્ટના સેક્રેટરી રો. બાબુભાઈ પ્રજાપતિ , હરેશ પટેલ, યોગેશ પ્રજાપતિ, નીતીન પટેલ, અતુલ પટેલ,ડો.કડીયા, સોઢા, દિલીપ સોની સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો