• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan પાટણ યુનિ.ના કુલપતિને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદગી

પાટણ યુનિ.ના કુલપતિને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદગી

Patan - પાટણ યુનિ.ના કુલપતિને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદગી

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:30 AM IST
પાટણ | ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ વેલ્ફેર દ્વારા દર વર્ષે પાંચ જુદા જુદા વિષયોના અધ્યાપકોને તેઓની આગવી કાર્યપદ્ધતિને ધ્યાને રાખી ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ એનાયત કરાતો હોય છે ત્યારે વર્ષ 2018માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.બી એ પ્રજાપતિને એવોર્ડ એનાયત કરવાની જાહેરાત શિક્ષક દિને કરી હતી. જે એવોર્ડ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશ્યલ વેલ્ફેર સંસ્થાના અધ્યક્ષ અને ગુજરાતના રાજ્યપાલ ઓ પી કોહલી વરદ હસ્તે આગામી તારીખ 27 મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ પાલડી ખાતે આવેલી સંસ્થાના કોન્ફરન્સ હોલમાં એનાયત કરાશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો બી એ પ્રજાપતિ સહિત અન્ય ચાર અધ્યાપકોમાં અમદાવાદના ડો.જગદીશ ભાવસાર, ભાવનગરના પ્રો.વિદ્યુત ભાઈ જોષી, ડો.વિમલ પટેલ, અને સુરેશ શુક્લની પણ ગુરુ દ્રોણાચાર્ય એવોર્ડ 2018 માટે પસંદગી થઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

X
Patan - પાટણ યુનિ.ના કુલપતિને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદગી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી