પાટણમાં વાલી મીટીંગ રસીકરણ વિશે માર્ગદર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : મંગળવારના રોજ એમ.એન.પ્રાથમિક શાળા પાટણ ખાતે એમ.આર. કેમ્પેઇન અંતર્ગત વાલી મીટીંગ રાખી હતી. જેમાં ડૉ.મિતેષ જોષી, આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસર દ્વારા મીઝલ્સ અને રૂબેલા રોગ વિશે સમજણ આપી અને મીઝલ્સ અને રૂબેલાની રસી લેવાના ફાયદા જણાવ્યા હતા. વધુમાં મીઝલ્સ અને રૂબેલા કેમ્પેઇન અંતર્ગત વાલી મિટીંગમાં દરેક વાલીઓને સમજાવ્યા કે 9 મહીનાથી 15 વર્ષ સુધીનું એક પણ બાળક મીઝલ્સ અને રૂબેલાની રસી લીધા સિવાય રહી ન જાય. ડૉ. મિતેષ જોષી દ્વારા પ્રેઝન્ટેશન કરી મીઝલ્સ અને રૂબેલા કેમ્પેઇન અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં એમ.એન.પ્રા.શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો તથા વાલીઓ હાજર રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...