પલાસર આર્ટસ કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : પાટણની પલાસરની આર્ટસ કોલેજમાં તાજેતરમાં બી.એ.સેમ-1ના વિદ્યાર્થીઓનો મંગલ પ્રવેશોત્સવ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રામચંન્દ્રભાઇ પટેલ અને ભાષા ભવન ગુજરાત યૂનિવર્સિટીના નિવૃત્ત પ્રો. ડો. વિજયભાઇ પંડ્યાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.મમતાબેન વી. પંડિતે મહેમાનોનું સ્વાગત અને પરીચય આપ્યો હતો. ગ્રંથપાલ જશુભાઇ નાયકે વિકાસ માટેની રૂપરેખા આપી હતી. જ્યારે ગુજરાત યુનિ. અમદાવાદના ડો. વિજયભાઇ પંડ્યાએ સંસ્કૃત નાટકોમાં પ્રવેશક વિષય પર પ્રવચન આપ્યુંં. સમારંભના અધ્યક્ષ રામચંદ્રભાઇ પટેલે અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ વિશે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...