• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ જિલ્લાની 26 પાંજરાપોળોએ સરકાર પાસે ઘાસચારાની માંગ કરી

પાટણ જિલ્લાની 26 પાંજરાપોળોએ સરકાર પાસે ઘાસચારાની માંગ કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદ ખેંચાતા પાટણ જિલ્લામાં ઘાસચારાની અછત સર્જાઇ છે પશુપાલકોની હાલત કફોડી બની છે સાથે-સાથે પાંજરાપોળોમાં પણ ઘાસચારાની ખેચ વર્તાતા રહી છે ત્યારે 26 પાંજરાપોળો એ સરકાર પાસે ઘાસચારાની માગણી કરી છે. જેને પગલે સરકાર દ્વારા રાહત દરે બે રૂપિયે કિલોના ભાવે પાંજરાપોળ અને ગૌશાળા ઓને ઘાસ આપવાનું શરૂ કર્યુ છે સરસ્વતી અને સમી તાલુકાની બે પાંજરાપોળોને 23 ટ્રક સુકો ઘાસચારો આપ્યો છે અને આગામી દિવસોમાં અન્ય ગૌશાળાઓ અને પાંજરાપોળોને પણ ઘાસચારો અપાશે.

પાટણ જિલ્લામાં હજુ વાવણીલાયક વરસાદ થયો ન હોવાથી પશુઓને લીલો ઘાસચારો મળતો ન હોવાથી સૂકા ઘાસચારાની માંગ વધી રહી છે જેને કારણે ઘાસચારાની અછત સર્જાતા ભાવ પણ ઊંચકાયા છે ત્યારે પાંજરાપોળ અને ગૌશાળાઓમાં પણ ઘાસચારાની જરૂરિયાત વર્તાઇ રહી છે. ત્યારે પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર-સાંતલપુર પંથકની 26 પાંજરાપોળોએ 14334 પશુઓ માટે દસ દિવસની જરૂરિયાત પ્રમાણે 205290 કિલોગ્રામ પ્રમાણે ઘાસની માગણી કરવામાં આવી હતી. જેને પગલે સરકાર દ્વારા રાજકોટ વિસ્તારમાંથી સરસ્વતી તાલુકાના ખલીપુર પાંજરાપોળ અને સમીની ખોડાઢોર પાંજરાપોળને બે રૂપિયે કિલો પ્રમાણે ફુલ 23 ટ્રક ભરી ઘાસની 713 ગાસડી આપવામાં આવી છે આગામી દિવસોમાં અન્ય પાંજરાપોળોને પણ સૂકો ઘાસચારો પૂરું પાડવામાં આવશે તેવુ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...