તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • અજીમાણામાં 300 કન્યાઓને શૈક્ષણિક કિટ વિતરણ કરાયું

અજીમાણામાં 300 કન્યાઓને શૈક્ષણિક કિટ વિતરણ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજીમાંણા ગામે ગામના એક શિક્ષણ પ્રેમી દ્વારા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાના પ્રેરક પ્રયાસ રૂપે ગામની ધો-1 થી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અભ્યાસ કરતી 300 ઉપરાંત દીકરીઓને સ્કૂલ બેગ, ચોપડા, કંપાસ, પેન, પેન્સિલ સહિતની શૈક્ષણિક શિક્ષણ કીટ આપી હતી. અજીમાંણા પ્રા. શાળામાં પાટણ જિલ્લા કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં શિક્ષણ કીટ એનાયતનો સમારોહ યોજાયો હતો.

ગામના રામાભાઈ ચેહોરભાઈ દેસાઈ પરિવારના સૌજન્યથી રાજુભાઇ દેસાઈએ આ પ્રોજેક્ટ સફળ બનાવ્યો હતો. સરસ્વતી તા. પં.ના પ્રમુખ મૂળ અજીમાંણા ગામના જાગૃતિબેન સોલંકીનું કલેકટરે સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. કલેકટર આનંદ પટેલે દીકરીઓને ભણાવવા અનુરોધ કરી જ્યાં દિકરીઓમાં શિક્ષણ વધુ હશે તો સમાજ શિક્ષિત, સંસ્કારી અને સમૃદ્ધ બનાવી શકાશે. આ પ્રસંગે ગામની આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટી વરવા દેસાઈ, સામાજિક કાર્યકર પશા સોલંકી, રાજુ દેસાઈ, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી ચેતનરાજ પાબુવન્સી સહિત ગામના આગેવાનો, શાળાના શિક્ષકો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...