તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 73 ગ્રા.પં.માં 77 વોર્ડ અને 4 સરપંચની બેઠકો માટે 15 જુલાઈએ પેટા ચૂંટણી

73 ગ્રા.પં.માં 77 વોર્ડ અને 4 સરપંચની બેઠકો માટે 15 જુલાઈએ પેટા ચૂંટણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ જિલ્લાની 73 ગ્રામ પંચાયતોમાં 77 વોર્ડ અને 4 સરપંચ માટે 15 જુલાઈના રોજ પેટા ચૂંટણી યોજાશે. જ્યારે સમી તાલુકાના સીંગોતરીયા ગ્રામ પંચાયતના 8 વોર્ડ અને સરપંચની બેઠક માટે મધ્યસત્ર ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયું છે પરંતુ હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી.

73 ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી વોર્ડ સદસ્યોની 77 બેઠક માટે અને ફિંચાલ, કુડેર, ભલાણા અને રાફુ ગ્રામ પંચાયતના સરપંચની બેઠક માટે 15 જુલાઈના રોજ પેટા ચૂંટણી યોજાશે. જ્યારે સમી તાલુકાના સીંગોતરીયા ગ્રામ પંચાયતની 8 વોડૅ સદસ્યો અને સરપંચની બેઠક માટે મધ્યસત્ર ચૂંટણી યોજવામાં આવશે.

ક્યા તાલુકાની કેટલી ગ્રામ પંચાયત
પાટણ 9

સરસ્વતી 7

સિદ્વપુર 8

ચાણસ્મા 16

હારિજ 6

સમી 10

શંખેશ્વર 5

રાધનપુર 6

સાંતલપુર 6

ફોર્મ છેલ્લી તા. 30 જૂન સુધી

ચકાસણી તારીખ 2 જુલાઈએ

ફોર્મ પરત ખેંચવાની તા. 3 જુલાઇ 3 વાગ્યા સુધી

ચૂંટણી તારીખ 15 જુલાઈ, સવારે 8થી 5 સુધી

મતગણતરી 17 જુલાઈ

ભાસ્કર ન્યુઝ | પાટણ

પાટણ જિલ્લાની 73 ગ્રામ પંચાયતોમાં 77 વોર્ડ અને 4 સરપંચ માટે 15 જુલાઈના રોજ પેટા ચૂંટણી યોજાશે. જ્યારે સમી તાલુકાના સીંગોતરીયા ગ્રામ પંચાયતના 8 વોર્ડ અને સરપંચની બેઠક માટે મધ્યસત્ર ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનું છેલ્લા ત્રણ દિવસથી શરૂ થયું છે પરંતુ હજુ સુધી એક પણ ફોર્મ ભરાયું નથી.

73 ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી વોર્ડ સદસ્યોની 77 બેઠક માટે અને ફિંચાલ, કુડેર, ભલાણા અને રાફુ ગ્રામ પંચાયતના સરપંચની બેઠક માટે 15 જુલાઈના રોજ પેટા ચૂંટણી યોજાશે. જ્યારે સમી તાલુકાના સીંગોતરીયા ગ્રામ પંચાયતની 8 વોડૅ સદસ્યો અને સરપંચની બેઠક માટે મધ્યસત્ર ચૂંટણી યોજવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...