તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • રાધનપુરમાં જુગારધામ ઝડપાયું, 1.26 લાખની રોકડ સાથે 14 જુગારી પકડાયા

રાધનપુરમાં જુગારધામ ઝડપાયું, 1.26 લાખની રોકડ સાથે 14 જુગારી પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર શહેરમાંથી રાત્રિના સમયે પોલીસે બાતમી આધારે રેડ કરી એક મકાનમાં ચાલતું જુગાર ધામ પકડી પાડ્યું હતું. એલસીબી પોલીસે જુગાર રમતા 14 શકુનીઓને રૂપિયા 1.26 લાખ રોકડ અને મોબાઇલ મળી કુલ રૂ 1.30 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.

જિલ્લામાં દારૂ-જુગારની બદીને ડામવા માટે ઈન્ચાર્જ એએસપી પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.બી.ભટોળ તેમની ટીમ સાથે રેડ માટે નીકળેલા હતા તે વખતે રાધનપુર શહેરના ચમારવાસમાં રહેતા શંકરભાઈ લાખાભાઈ મકવાણાની ભોગવટાની જગ્યામાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે છાપો મારી ઘરમાં ચાલતું જુગારધામ પકડી પાડ્યું હતું અને શંકરભાઈ લાખાભાઈ મકવાણા સહિત 14 શકુનીઓને રૂ.1,26,500ની રોકડ અને 7 મોબાઈલ ફોન મળી કુલ રૂ 1,30,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ અંગે રાધનપુર પોલીસ મથકે 14 શકુનિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તેવું પાટણ એલસીબી પોલીસે જણાવ્યું હતું.

પકડાયેલ શકુનિઓ
મકવાણા શંકરભાઈ લખાભાઇ

મીર વસિમખાન રહેમખાન

ઘાંચી આસિફ હારુંન ભાઈ

ઘાંચી સાહેબ ભાઈ ઇમામ ભાઈ

મકવાણા જીવાભાઇ લાખાભાઈ.

મીર ફિરોજ ભાઈ રશીદ ભાઈ

સૈયદ સાજીદ ભાઈ કાદરભાઈ

પઠાણ મોસીન ખાન સૈયદ ખાન

વ્યાપારી અબ્બાસખાન રસુલખાન

સમા ફકીરમામદ ગુલામ મહંમદ

ઘાંચી મસુફર હુસેનભાઇ

સોલંકી મહેશ રામચંદભાઈ

બેલીમ અલી હુસેન મહેબુબભાઇ

અન્ય સમાચારો પણ છે...