તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાનો 69મો વન મહોત્સવ શંખેશ્વરમાં યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ ખાતે જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને 69 મો વન મહોત્સવની આગોતરી કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી રાજેશ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું સંચાલન નાયબ વન સંરક્ષક અધિકારી આર.વી ખરાડી કયું હતું.

બેઠકમાં જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાાવ્યું કે રાજ્ય સરકારની વનીકરણની જલવંત સફળતાના કારણે વૃક્ષારોપણને વધુ મહત્વ આપવામાં આવે છે. વૃક્ષા રોપણ સરકારી પડતર પંચાયત ગોચર, અને ખરાબાની જમીનમાં, માલિકીની જમીનમાં ખેતરના શેઢે પાળે ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સક્રિય પણે ભાગલે તે ઇચ્છનીય છે. વન મહોત્સવના પર્યાવરણ જાગૃતીનો સંદેશ સમગ્ર જિલ્લામાં પહોંચાડવો જોઇએ ચોમાસાની ઋતુમાં ધાર્મિક તહેવારો વધુ આવતા હોય છે. તો મંદિરોમાં,મેળાઓમાં પારાયણમાં રથયાત્રામાં પ્રસાદ તરીકે રોપાનું વિતરણ કરવા જણાવ્યું હતું પ્રસાદ સમજી વૃક્ષો ઉછેરવાનો સંકલ્પ ઉપલબ્ધ બનશે. રોપાનું જિલ્લાની શાળાઓમાં તેમજ એનજીઓ તેમજ અન્ય સંસ્થાઓ મારફતે વધુમાં વધુ રોપાનું વિતરણ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો હતો.

પાટણ જિલ્લાનો 69 મો વન મહોત્સવ 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ શંખેશ્વર ખાતે યોજવામાં આવશે. 2018-19 વન મહોત્સવ હેઠળ 28 લાખ 40 હજાર રોપા વિતરણનો લક્ષ્યાંક રાખેલ છે. જેમાં જુદી જુદી કચેરીઓને એનજીઓ દ્વારા 5 લાખ 32 હજાર રોપાનું વનીકરણ કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી.જી પ્રજાપતિ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વન મહોત્સવ હેઠળ 28 લાખ 40 હજાર રોપા વિતરણનો લક્ષ્યાંક
અન્ય સમાચારો પણ છે...