તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણની ગ્રાન્ટેડ ઉદય કુમાર શાળામાં છાત્રો પાસે ફી વસુલાતી હોવાની રાવ

પાટણની ગ્રાન્ટેડ ઉદય કુમાર શાળામાં છાત્રો પાસે ફી વસુલાતી હોવાની રાવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ શહેરના રાજકવાડા વિસ્તારમાં આવેલ ઉદયકુમાર મંદિર નં-1 પ્રાથમિક શાળાના સંચાલકો દ્વારા શાળા ગ્રાન્ટેડ હોવા છતાં વાલીઓ પાસેથી માસિક રૂપિયા 100 લેખે ફી લેવામાં આવતી હોવાની અને ફીની કોઈ પાવતી આપતી નહિ હોવા અંગે મુસ્લિમ સમાજના વાલીઓ દ્વારા મંગળવારે પાટણ જિલ્લા પંચાયત ખાતે આવી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.એન.એમ.રાઠોડને લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે તપાસ કરી વાલીઓના નાણાં પરત અપાવવા માંગણી કરી હતી.

વાલીઓની રજૂઆતના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.એમ.રાઠોડે જણાવ્યુ કે ગ્રાન્ટેડ શાળાઓ કોઈપણ પ્રકારની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી શકે નહીં છતાં બે સભ્યોની કમિટી રચી તપાસ કરાશે તેવી હૈયાધારણા આપી હતી.

જ્યારે આ બાબતે ઉદયકુમાર મંદિર નંબર 1 પ્રાથમિક શાળાના ટ્રસ્ટી કાંતિલાલ નાનાલાલ પટેલને પૂછતાં તેઓએ જણાવ્યું કે સરકાર નવા શિક્ષકોની ભરતી કરતી નથી અને શાળામાં અમુક વિષયના શિક્ષકો ન હોય બાળકોને અભ્યાસ અર્થે બહારથી વિષય તજજ્ઞ બોલાવવામાં આવતા હોય અને જેઓને મહેનતાણું ચુકવવા માટે વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવે છે એવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...