તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સહુની સાથે આત્મિયતા કેળવવાથી મન અને તન સ્વસ્થ રહે : જૈનાચાર્ય

સહુની સાથે આત્મિયતા કેળવવાથી મન અને તન સ્વસ્થ રહે : જૈનાચાર્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણખાતે બિરાજમાન જૈનાચાર્ય યુગચંદ્ર સૂરિશ્વરજીઅે સોમવારે જણાવ્યું કે, માનવનું હ્યદય ત્રણ પ્રસંગમાં પોતાની લાગણી સામી વ્યકિતમાં ઢોળી દેવા તત્પર બની જતું હોય છે. જેમાં એક અનુકૂળતા, બે આકર્ષકતા અને ત્રીજું આત્મીયતા. આજે જરા દષ્ટાંતથી વિચાર કરીએ. ગાડીમાં બેસવાની જગા નહોતી અને કોઇએ સગવડ કરી આપી. પાણીની ખૂબ તરસ લાગી હતી અને અજાણ્યા વ્યકિતએ સરબત આપી દીધું, પૈસાની શોર્ટેજ હતી અને સજજન મિત્રે વગર વ્યાજની લોન અપાવી. રહેવા માટે ભાડાના ફલેટના ઠેકાણાં હતા ત્યાં કોકે ખુદની માલિકીનો ફલેટ કરાવી આપ્યો. આમ શરીર કે જીવન ક્ષેત્રે પ્રતિકૂળતા દૂર કરીને અનુકૂળતા કરી આપનારા ઉપર તમારું હ્યદય ઓવારે ઉઠયા વિના રહેતું નથી.

બીજા ક્રમે આવે છે આકર્ષકતા. કેરીની આકર્ષકતા ગમી ગઇને ખરીદી લીધી. રૂપ આંખને પસંદ પડી ગયું તે જીવનસાથી બનાવવા તૈયાર થઇ ગયા. મોબાઇલનું મોડેલ મનમાં વસી ગયું તો માટે હજારો રૂપિયા ખર્ચી દીધા. બંગલાનું લોકેશન જોતાં હૈયુ ઠરી ગયું તો કરોડની લોન લઇને પણ આપણા નામે બુક કરાવી દીધો. ટૂંકમાં ઇન્દ્રિયને જે ગમી ગયું ત્યાં હ્યદયે લાગણી ન્યોચ્છાવર કરી દીધી. ત્રીજા ક્રમમાં જોઇએ તો તમારી આંખોમાંથી આંસુ વહિ રહ્યા હતા અને કોઇએ એને લૂછી આપ્યા. તમે એકલવાયા બની ગયા હતા, ત્યારે કોઇએ હૂંફ આપી. દુ:ખની સ્થિતિમાં તમારાથી સહુ વિમુખ બન્યા હતા ત્યારે કોઇ નજીક આવીને તમારી કરોડરજજૂ બની ગયો. માત્રને માત્ર અંતરના ભાવોને પ્રદર્શતિ કરીને આત્મીયતા બતાવી છે. છતાંય તમને ત્રણમાંથી સૌથી વધુ કિંમત એની સમજાય છે. બસ જ્ઞાની સદગુરુ આજ સંદેશો આપણને આપે છે કે સહુ જે આત્મિયતા કેળવતા શીખો એનો જેવો એકેય આનંદ નહીં હોય.

પાટણમાં ચાતુર્માસ બિરાજમાન જૈનાચાર્ય યુગચંદ્ર સૂરિશ્વરજીનો ધર્મબોધ

અન્ય સમાચારો પણ છે...