તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણ સિવિલ હોસ્પિ.ના વહીવટ મુદ્દે કોંગ્રેસનું પુન: સોમવારિયું આંદોલન

પાટણ સિવિલ હોસ્પિ.ના વહીવટ મુદ્દે કોંગ્રેસનું પુન: સોમવારિયું આંદોલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનીસરકારી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી તબીબી સુવિધાઓ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા અગાઉ 58 સોમવારે વિવિધ કાર્યક્રમો અપાયા હતા. બાદમાં નગરપાલિકામાં સત્તા પર આવતાં સિવિલનો વહીવટ નગરપાલિકાને સોંપવા રાજ્ય કક્ષાએ માંગણી કરાઇ હતી. પરંતુ તે મંજૂર નહીં રખાતાં શહેર કોંગ્રેસ દ્વારા ફરી સોમવારિયું આંદોલન શરૂ કરાયું છે.

કોંગ્રેસ નગરપાલિકામાં સત્તામાં આવ્યા બાદ સિવિલ હોસ્પિટલનો વહીવટ પાલિકાને સોપવા ઠરાવ કરી રાજ્યના આરોગ્ય વિભાગને દરખાસ્ત કરી હતી. જોકે, 27 મે, 2010થી શેઠ એન.એલ.હોસ્પિટલ પાટણને મેડીકલ કોલેજ શરૂ કરવા માટે ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી ગાંધીનગર હસ્તક તબદીલ કરાઇ હોઇ અત્રેથી કોઇ કાર્યવાહી કરવાની રહેતી નથી તેવો જવાબ તબીબી સેવાઓના અધિક નિયામક તરફથી મળતાં શહેર કોંગ્રેસ દ્વારા ફરી આંદોલન શરૂ કરાયું છે. બીજા તબકકામાં આજે પહેલા સોમવારે સવારે સિવિલ સંકુલમાં કાર્યકરોએ દેખાવો કર્યા હતા. શહેર પ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું કે, નગરપાલિકાને સિવિલ હોસ્પિટલ ચલાવવા આપે તો પૂરતા ડોકટર સ્ટાફ ભરતી કરી, પાર્કિગ, કેન્ટીન, દર્દીને રહેવાની સગવડ સહિતની પાયાની સગવડો પૂરી પાડવા તૈયાર છીએ. અત્રે પાલિકા પ્રમુખ જાગૃતિબેન પટેલ, દિનેશભાઇ ભીલ, ભુરાભાઇ સહિત ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ શહેરમાં સિવિલ હોસ્પિટલને ધમધમતી કરવા કોંગ્રેસે ફરી આંદોલનના મંડાણ કર્યા છે. સોમવારે પાલિકાના હોદ્દેદારો સહિતે સૂત્રોચ્ચાર કરી માંગ બુલંદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...