તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • પાટણમાં ગેરકાયદે બાંધકામો અટકાવવા સરવે કરાવો

પાટણમાં ગેરકાયદે બાંધકામો અટકાવવા સરવે કરાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં મુખ્ય બજાર વિસ્તારમાં પરવાનગી કરતાં વધુ જગ્યામાં ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે. આવા બાંધકામો અટકાવવા માટે વોર્ડ ઇન્સપેકટર મારફતે નગરપાલિકા દ્વારા તપાસ કરાવવી જોઇએ તેવી માંગણી સદસ્ય બાબુભાઇ પટેલે કરી હતી.

નગરપાલિકાના સભાખંડમાં કારોબારી સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં સત્તાધારી પક્ષના સદસ્ય બાબુભાઇ પટેલ (માસ્તર)એ જણાવ્યું હતું કે, મકાનના નવા બાંધકામમાં ત્રણ ફૂટ બહાર બનતું હોય છેે. દુકાનો આગળ બે ફૂટથી વધુ પગથિયાં હોવા જોઇએ. છતાં નિયમોનો ભંગ થઇ રહ્યો છે. હાલ શહેરમાં 160 મકાનોનાં બાંધકામ ચાલી રહ્યાં છે. જેમાં કેટલીક જગ્યાએ ગેરકાયદે બાંધકામ થઇ રહ્યું છે. જેની વોર્ડ ઇન્સપેકટર મારફતે તપાસ કરાવવી જોઇએ. જોકે, સદસ્યને સામાન્ય સભામાં યાદી રજૂ કરો,વોર્ડ ઇન્સપેક્ટરની બેઠક બોલાવીને સત્વરે તપાસ કરાવવા સૂચના અપાશે તેમ કારોબારી ચેરમેને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...