તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • વિશ્વ જુનિયર ડેવીસકપની ભારતીય ટીમમાં પાટણના મેઘની પસંદગી

વિશ્વ જુનિયર ડેવીસકપની ભારતીય ટીમમાં પાટણના મેઘની પસંદગી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણનોટેનિસ સ્ટાર મેઘ ભાર્ગવ પટેલ હાલમાં જુનિયર ડેવીસ કપ વર્લ્ડ ગ્રુપ માટે ભારતીય ટીમમાં પસંદગી પામ્યો છે. ભારતમાંથી વિશ્વગ્રુપ જુનિયર ડેવીસ કપ રમનાર એકમાત્ર ગુજરાતી ખેલાડી છે. 27મીથી યુરોપના હંગ્રી ખાતે શરૂ થતી ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમમાં સિધ્ધાંત બાટીયા (પુના), આદિત કલ્યાંણપુર (બેંગાલુરુ) અને મેઘ પટેલ (ગુજરાત)નો સમાવેશ થયો છે.

ચાલુ વર્ષે એપ્રિલ 2016માં મેઘ ભાર્ગવ પટેલની પસંદગી ભારતીય ટીમમાંથી જુનિયર ડેવીસ કપ (એશિયન ઓશિયન) માટે થઇ હતી. મેઘ સહિત ભારતીય ટીમના ખેલાડીઓએ અદભૂત પ્રદર્શન કરી થાઇલેન્ડ, કોરીયા તેમજ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને મહાત આપી દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જેના આધારે ભારતીય ટીમ પાંચ વર્ષ બાદ વિશ્વ જુનિયર ડેવીસ કપ માટે ક્વોલીફાય બની હતી. પાંચ વર્ષ બાદ મળતી ઐતિહાસિક સિદ્ધિએ દેશને ગૌરવ અપાવ્યું છે. મેધ સહિત ત્રણ ખેલાડીઓ કોચ વિશાલ ઉત્પલ સાથે 24મીએ દિલ્હીથી યુરોપ ગયા છે. મેઘ પટેલે ગત ઓગસ્ટમાં વર્લ્ડ સ્કૂલગેમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.

ગુજરાતમાંથી પસંદ થયેલો એકમાત્ર ખેલાડી

અન્ય સમાચારો પણ છે...