તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • 16 બેઠકો માટે કોંગ્રેસના 17 સભ્યોનાં ફોર્મ ભરાયાં

16 બેઠકો માટે કોંગ્રેસના 17 સભ્યોનાં ફોર્મ ભરાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લા આયોજન સમિતિની 15મી ઓકટોબરે યોજાનારી 20 બેઠકોની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની 16 બેઠકો પર કોંગ્રેસના 17 સદસ્યોએ સોમવારે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ રજુ કર્યા હતા. આગામી દિવસોમાં નગરપાલિકાની ચાર બેઠકો પર ફોર્મ ભરવામાં આવનાર છે. ભાજપ દ્રારા પણ ફોર્મ ભરવા તૈયારી શરૂ કરી છે.

જિલ્લા આયોજન સમિતિનો ચુંટણી જંગ લડવા માટે સોમવારે બપોરે જિલ્લા પંચાયત ખાતે ચૂંટણી અધિકારી કે.જે.પટેલ સમક્ષ જિલ્લા પંચાયતના 17 સદસ્યો જોયતીબેન ઠાકોર, વિનુભાઇ પ્રજાપતિ, બાબુભાઇ ચોધરી, બાલુબેન રાજપુત, દશરથભાઇ ભીલ, પ્રવિણ રાઠોડ, જગદીશ રાઠોડ,કાનજી દેસાઇ, મોઘજીજી ઠાકોર,મોતીબેન સોલંકી, વર્ષાબેન અમીન, કૈલાશબેન ચૌધરી, હેમાબેન પટેલ, અમૃતભાઇ પટેલ, બાબુજી ઠાકોર, બાબુભાઇ દેસાઇ, લવિંગજી સોલંકીએ ફોર્મ રજૂ કર્યા હતા. ચૂંટણીમાં જિલ્લા પંચાયતના 32 મતદારો છે. પ્રત્યેકને 16 મત આપવાનો અધિકાર છે. જ્યારે નગરપાલિકાના 146 મતદારો છે. તેમને 4 મત આપવાનો અધિકાર છે.

અન્ય સમાચારો પણ છે...