Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - પાટણના અઘાર દરવાજા બહાર ખોડીયાર મંદિરમાં દાનપેટી તોડી 7,000 ની ચોરી

પાટણના અઘાર દરવાજા બહાર ખોડીયાર મંદિરમાં દાનપેટી તોડી 7,000 ની ચોરી

Divyabhaskar.com | Updated - Sep 09, 2018, 03:26 AM

Patan News - પાટણ | પાટણ શહેરના અઘાર દરવાજા બહાર આવેલ મોહન નગર સોસાયટીના નાકે આવેલ ખોડીયાર માતાજીના મંદિરની દાનપેટી તોડી કોઈ...

  • Patan - પાટણના અઘાર દરવાજા બહાર ખોડીયાર મંદિરમાં દાનપેટી તોડી 7,000 ની ચોરી
    પાટણ | પાટણ શહેરના અઘાર દરવાજા બહાર આવેલ મોહન નગર સોસાયટીના નાકે આવેલ ખોડીયાર માતાજીના મંદિરની દાનપેટી તોડી કોઈ અજાણ્યા તસ્કરોએ શુક્રવારની મોડી રાત્રે પરચુરણ અને રોકડ રકમ મળી અંદાજિત રૂ. 7 હજાર જેટલી મતાની તસ્કરી કરી ગયા હતા.

    ઘટનાની જાણ મોહનનગરમાં રહેતા રહીશોને થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે આ બાબતે રહીશો દ્વારા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. છતાં સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા રાત્રિના સુમારે આ વિસ્તારમાં પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા માંગ કરાઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ