તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan પાટણમાં કોલેજની છાત્રાઓને કાનૂની પાઠ ભણાવાયા

પાટણમાં કોલેજની છાત્રાઓને કાનૂની પાઠ ભણાવાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ ખાતે કોલેજની વિદ્યાર્થીનીઓ તેમજ મહિલાઓને લગતી કાનૂની માહિતીથી માહિતગાર કરવા લીગલ સેલની બેઠક યોજી હતી. બેઠકમાં ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સમિતિના કારોબારી મહિલા સદસ્ય ડો.કોકિલાબેન પરમારે યુપીએની સરકાર દ્વારા અમલી બનાવાયેલી આરટીઆઇ અને આરટીઇની માહિતી તેમજ ઘરેલુ હિંસા માનવ અધિકારને લગતી બાબતો વિશે વિસ્તૃત માહિતી પ્રદાન કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહિલા અગ્રણી એડવોકેટ અર્પિતાબેન પટેલ, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ચેતનાબેન પ્રજાપતિ સહિતના આગેવાનોએ મહિલાને લગતી વિવિધ જાણકારી આપી હતી. આ બેઠકમાં કોલેજની વિદ્યાર્થિનીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...