તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan યુનિ.માં ત્રિદિવસીય 30 મો ખેલકૂદ અને યુવા મહોત્સવનો સમાપન

યુનિ.માં ત્રિદિવસીય 30 મો ખેલકૂદ અને યુવા મહોત્સવનો સમાપન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાન પદે ત્રિદિવસીય આયોજિત કરાયેલા 30મા ખેલકૂદ અને યુવા મહોત્સવનો સમાપન સમારોહ કાર્યક્રમ શુક્રવારના રોજ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કુલપતિ બી.એ.પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો.

સમાપન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા યુનિવર્સિટીના કુલપતિ ડો.બી.એ.પ્રજાપતિ સહિતના મહાનુભાવોના હસ્તે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ રકમથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે યુનિવર્સિટી સંલગ્ન બે કોલેજોના વય મર્યાદાને લઇ નિવૃત થતા પ્રોફેસરો તેમજ યુવા મહોત્સવ અને ખેલકૂદ મહોત્સવના આયોજન સફળ બનાવનારા યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવન તેમજ રસાયણશાસ્ત્ર ભવનના અધ્યાપક અને સ્ટાફનું પણ સાલ �ઓઢાડીને બહુમાન કર્યું હતું. યુનિવર્સિટીના યજમાનપદે આયોજિત કરાયેલા 30મા ખેલકૂદ મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 73 કોલેજોના 900 જેટલા સ્પર્ધકોએ 25 જેટલી સ્પર્ધા�માં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે યુવા મહોત્સવમાં પણ 25 જેટલી સ્પર્ધા� યોજી હતી જેમાં પણ યુનિવર્સિટી સંલગ્ન 85 કોલેજોના 1500 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું યુવા મહોત્સવ અને ખેલકૂદ મહોત્સવના આયોજક અને યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ અનુસ્નાતક ભવન તેમજ રસાયણશાસ્ત્ર ભવનના સૂત્રોએ જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...