પાટણમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા ફોગિંગ કરાયું

Patan - પાટણમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા ફોગિંગ કરાયું

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:25 AM IST
પાટણ |પાટણ શહેરમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી સમયાંતરે પડી રહેલા વરસાદી ઝાપટાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે વાઈરલ ફિવરના કેસો પણ વધ્યા હોઇ જેને ધ્યાનમાં રાખી પાટણ નગરપાલિકાની સ્વચ્છતા શાખા દ્વારા સોમવારના રોજ શહેરના મુખ્ય બજારમાં સહિત મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તારના માર્ગો પર ફોગિંગ મશીન ફેરવવામાં આવ્યું હતુ. જે મશીનના ધુમાડાના કારણે શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટશે અને વાયરલ ફીવરના કેસો પણ ઘટશે તેવી આશા સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપુતે વ્યક્ત કરી હતી.

X
Patan - પાટણમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા ફોગિંગ કરાયું
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી