પાટણ બંધ રહ્યું, 140 કોંગી કાર્યકરોની અટકાયત

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસે આપેલા બંધને પગલે પાટણડેપોનું બે કલાક સંચાલન ખોરવાતાં 100 ટ્રીપો રદ કરાઇ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:25 AM
Patan - પાટણ બંધ રહ્યું, 140 કોંગી કાર્યકરોની અટકાયત
પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતના વિરોધમાં કોંગ્રેસે આપેલા બંધના એલાનના સમર્થનમાં સોમવારે પાટણ શહેર મહદઅંશે બંધ રહ્યું હતુ. જ્યારે જિલ્લાના 140 કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. એસ.ટી.બસોને કોઈ નુકસાન ન થાય તે માટે પાટણ એસ.ટી ડેપો એ સવારે ૯ થી ૧૧ કલાક સુધી એસ.ટી વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. બંધને પગલે પાટણડેપોનું બે કલાક સંચાલન ખોરવાતા 100 ટ્રીપો રદ કરવામાં આવી હતી.

પોલીસે પાંચ મહિલા સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બાબુજી ઠાકોર મળી કુલ 24 કોંગ્રેસના કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.સવારના સમયે પાટણમાં ત્રણ દરવાજાથી દોશીવટ, હિંગળાચાચર, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન, રાજમહેલ રોડ સહિતના વિસ્તારની મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જેમાં સિટી પોઇન્ટ શ્રી દેવ કોમ્પલેક્ષ વૃંદાવન આર્કેડ પાલિકા બજાર સહિતના કોમ્પલેક્ષો અને માર્કેટ પણ બંધ રહ્યા હતા, બપોર બાદ સિદ્ધપુર ચોકડી પર તિરૂપતિ બજાર સરદાર કોમ્પ્લેક્સ રેલવે5

ગરનાળા ભદ્ર તેમજ રેલવે ફાટક પાસેના બે કોમ્પલેક્ષની મોટાભાગની દુકાનો ખુલી ગઈ હતી. જ્યારે પાટણ અને સિદ્ધપુર માર્કેટ યાર્ડ જડબેસલાક બંધ રહ્યું હતુ. એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ જયેન્દ્રસિંહ રાજપુત સહિતના કાર્યકરોએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ અને આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કોલેજ પણ બંધ કરાવી દીધી હતી. પાટણ એસટી ડેપોનું સંચાલન સવાર 9 થી 11 કલાક અરસામાં નવાપુરા, સિદ્વપુર, વિસનગર અને બહુચરાજી સહિતના લોકલ રૂટો બંધ થયા હતા. તેમાં 100 ટ્રીપોના 3000 કિલોમીટર બંધ રહ્યા હતા. બાદમાં બપોર પછી સંચાલન રાબેતા મુજબ ચાલુ રહ્યુ હતું. તેવું પાટણ ડેપો ટ્રાફિક ઇન્સ્પેકટર ઇન્દ્રવદભાઇ બારોટ જણાવ્યુ હતું.

આ તે કેવો બંધ, જેમાં કોંગ્રેસીઓ હસી રહ્યા છે અને ધરપકડ કરતી પોલીસ પણ

તસવીર પાટણના શંખેશ્વરની છે. અહીં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનો વિરોધ કરવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરો જાણે ધરપકડ વહોરવા માટે જ આવ્યા હોય તેમ હસી રહ્યા છે. તો પોલીસે પણ પહેલી જ સેટિંગ કરી લીધું હોય તેમ હસી રહી છે.

ઉત્તર ગુજરાતમાં બંધની અસર

થરા,ધાનેરા અને લાખણી સજ્જડ બંધ

પાલનપુરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જબરજસ્તી બંધ કરાવાતા વેપારીએ અને કાર્યકર્તાઓ વચ્ચે તું-તું,મેં-મેં

ડીસામાં શાળા, કોલેજો બંધ કરાવી,40 કાર્યકર્તાઓની અટક

દાંતામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રસ્તા ઉપર ટાયરો બાળી રસ્તો બ્લોક કરી દીધો

મહેસાણા વિભાગના 11 એસટી ડેપોમાં દિવસ દરમિયાન એસટીની 1200 ટ્રીપો રદ કરાઇ હતી

વિસનગરમાં બંધ કરાવવા નીકળેલા 16 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

બહુચરાજીમાં કોંગ્રેસના કાર્યકરોએ બજાર બંધ કરાવી હાઇવે ચક્કાજામ

અરવલ્લીમાં 50થી વધુ , સાબરકાંઠામાંથી 180 કાર્યકરો ડીટેઇન

કાર્યકરોએ ભિલોડામાં ટાયરો સળગાવ્યા, બસની હવા પણ કાઢી નાખી

બાયડમાં કોંગી કાર્યકરો-પોલીસ વચ્ચે બોલાચાલી, બજાર સજ્જડ બંધ રહ્યાં

હિંમતનગરમાં કોંગી કાર્યકરો બજાર બંધ કરાવા આજીજી કરતાં રહ્યાં કહ્યું,અડધો કલાક બજાર બંધ રાખજો પછી ખોલી દેજો

પ્રાંતિજમાં શાળા-કોલેજ બંધ: પૂર્વ ધારાસભ્ય સહિત 30 ડીટેઇન

ઇડર-ખેડબ્રહ્મામાં બંધને મિશ્ર પ્રતિસાદ

X
Patan - પાટણ બંધ રહ્યું, 140 કોંગી કાર્યકરોની અટકાયત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App