Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Patan » Patan - બાઇક સ્લીપ થતાં પાછળ બેઠેલી વડાવલી ગામની મહિલાનું મોત

બાઇક સ્લીપ થતાં પાછળ બેઠેલી વડાવલી ગામની મહિલાનું મોત

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 03:25 AM

ખોરસમ કેનાલ પરથી કંબોઈ પાટિયા તરફ જવાના માર્ગે અકસ્માત

  • Patan - બાઇક સ્લીપ થતાં પાછળ બેઠેલી વડાવલી ગામની મહિલાનું મોત
    ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતો શખ્સ તેની પત્ની સાથે સોમવારની બપોરે વડાવલી ગામેથી બાઇક લઇને પીંપળ જઇ રહ્યો હતો. ત્યારે ખોરસમ ગામની કેનાલ પરથી કંબોઇ પાટિયા જવાના માર્ગે પર અચાનક બાઇકચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતાં બાઇક સ્લીપ થઇ જતાં બાઇક પર બેઠેલી મહિલા પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનું મોત થયુ હતુ. આ અકસ્માતની જાણ ચાણસ્મા પોલીસ મથકે થતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

    ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે રહેતા ચાવડા ગજેન્દ્રસિંહ લક્ષ્મણ સિંહ અને તેમના પત્ની ચાવડા વિશાલબા ગજેન્દ્ર સિંહ સોમવારની બપોરે વડાવલી ગામેથી પોતાનું મોટરસાયકલ નંબર જીજે 24 એસી 0388 લઈને પીપળ ગામે જઈ રહ્યા હતા. ત્યારે ખોરસમ ગામની કેનાલ પરથી કંબોઈ પાટિયા તરફ જવાના માર્ગ પર અગમ્ય કારણોસર ચાવડા ગજેન્દ્રસિંહે પોતાના મોટરસાયકલના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાઇકલ રોડ પર સ્લીપ ખાઈ ગયું હતુ. જેને લઇ મોટરસાયકલ ની પાછળ બેઠેલ વિશાલબાના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફત ચાણસ્મા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરાતાં પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. અકસ્માતની ચાણસ્મા પોલીસ મથકે ચાવડા ગજેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ ચાણસ્મા પી.એસ.આઈ એસ એમ પઠાણે હાથ ધરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending