• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાટણમાં પીઓપીની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ

પાટણમાં પીઓપીની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ

જાહેરનામાનો ભંગ કરનાર બિનજામીન લાયક ગુના માટે શિક્ષા પાત્ર

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:25 AM
Patan - પાટણમાં પીઓપીની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ
13 સપ્ટેમ્બરથી 11 દિવસના ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. પર્યાવરણમાં થતાં પ્રદૂષણને અટકાવવા માટે કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈન પ્રમાણે પાટણના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનું નદી કે તળાવમાં વિસર્જન કરવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મૂક્યો છે. મૂર્તિઓ કુત્રિમ તળાવ બનાવ્યા સિવાય વિસર્જન કરવું નહીં તેવી સ્પષ્ટ સૂચના આપી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર બિનજામીન લાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

પાટણ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આઈ વી દેસાઈ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1993 ની કલમ ૧૪૪ અન્વયે કોઈપણ મૂર્તિકારો કે પ્રતિમા બનાવનાર કારીગરે ગણેશજીની મૂર્તિ નવ ફૂટથી વધારે ઊંચાઇની બનાવી નહીં કે વેચવી પણ નહીં.

જ્યારે આયોજકોએ બેઠકની ઉંચાઇ સહિત 12 ફૂટ થી વધારે ઊંચાઇની મૂર્તિની સ્થાપના કરવી નહિ તેમજ વિસર્જન કે સરઘસ માં સામેલ વાહન સહિત ગણેશજીની પ્રતિમાની ઉંચાઈ ૧૫ ફૂટ થી વધારે રાખવી નહીં પ્રતિમાની બનાવટમાં અન્ય ધર્મના લોકોની લાગણીઓ દુભાય તેવા ચિન્હો કે નિશાનીઓ રાખવા નહીં. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ 1860 ની કલમ 188 નીચે બિનજામીન લાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.

X
Patan - પાટણમાં પીઓપીની મૂર્તિનું નદી તળાવમાં વિસર્જન પર પ્રતિબંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App