• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Patan
  • Patan - પાટણના જૈન દેરાસરોમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિન ઉજવાયો

પાટણના જૈન દેરાસરોમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિન ઉજવાયો

ભગવાનના જન્મ વિશે પ્રવચનમાળા યોજવામાં આવી

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 03:25 AM
Patan - પાટણના જૈન દેરાસરોમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિન ઉજવાયો
પાટણ શહેરના વિવિધ જૈન દેરાસરોમાં પર્યુષણના પાવન પર્વની ભક્તિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમવારના શુભ દિને ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન દિવસ નિમિત્તે પંચાસરા જૈન દેરાસર ખાતે આવેલા નગીનભાઈ પૌષધ શાળા ખાતે પૂજ્ય મુની મહારાજ શ્રી ભુવન વલ્લભ વિજયજી મ. સા.ની સુમધુર વાણીએ કલ્પસૂત્રનું વાંચન અને ભગવાન મહાવીર સ્વામીના જન્મ વિશે પ્રવચનમાળા યોજવામાં આવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલા જૈન શ્રાવક શ્રાવિકાઓને ભુવન વલ્લભ વિજયજી મહારાજ સાહેબે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણથી માહિતગાર કરી દરેક શ્રાવક-શ્રાવિકાઓને જીવનમાં શ્રાવકતા કર્તવ્ય છે એ કર્તવ્યને જાણવા શીખ આપી હતી.

ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચન દિવસ પ્રસંગને અનુલક્ષીને પંચાસરા દેરાસર ખાતે ભગવાન મહાવીર સ્વામીના માતા ત્રિશલા દેવીને આવેલા ૧૪ સ્વપ્નોની ઉછામણી કરીને એ ચૌદે ચૌદ સ્વપ્નોને ઉતારવામાં આવ્યા હતા અને ભગવાન મહાવીર સ્વામીના બાળસ્વરૂપને ઝૂલામાં ઝુલાવવા માટેની પણ ઉછામણીમાં પણ મોટી સંખ્યામાં જૈન સમાજના પરિવારજનોએ ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.

X
Patan - પાટણના જૈન દેરાસરોમાં ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિન ઉજવાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App