ભરણપોષણ ન ચુકવતાં પાંચ પતિઓને સજા ફટકારાઇ

Patan - ભરણપોષણ ન ચુકવતાં પાંચ પતિઓને સજા ફટકારાઇ

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:25 AM IST
પાટણ ખાતે કાર્યરત ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણ ન ચૂકવી વોરંટમાં ન મળી આવતા પતિઓ સામે સખત વલણ અખત્યાર કરાયું છે. જેમાં વધુ પાંચ પતિદેવોને કેદની સજા ફરમાવાઈ છે.

કિસ્સો 1: પાટણ તાલુકાના ડેર ગામ ના મંજુબેન મોઘાજી ઠાકોરે તેમના પતિ ડીસા તાલુકાના ભડથ ગામના બકા જી વેના જી ઠાકોર સામે ભરણપોષણ મેળવવા ત્રણ અરજીઓ કરી હતી જેમાં પત્ની અને દીકરીની કુલ રૂપિયા 139500 સરગમ ન ચુકવતા કુલ ૪૬૫ દિવસની કેદની સજા ફરમાવી હતી.

કિસ્સો 2: પાટણના સોનલ બેન ભીલ ને તેમના પતિ મહેસાણાના પાર્થિવ કુમાર ડાયાલાલ ભીલે રૂપિયા બાર હજાર પૈકી નવ હજાર ન ચુકવતા તેઓને 30 દિવસની કેદ કરાઇ હતી.

કિસ્સો 3: પાટણના નીતાબેન ઉર્ફે ટીના બેન ગંભીર જી ઠાકોરને તેમના પતિ વાયડગામ ના પ્રવિણજી મફાજી ઠાકોર રૂપિયા 70 હજાર ભરણપોષણની રકમ ચૂકવતા તેઓને 690 દિવસની કેદ ફરમાવાઈ હતી.

કિસ્સો 4: પાટણ તાલુકાના ગામના શોભનાબેન દેવચંદભાઈ પટેલને તેમના પતિ નાશિક મહારાષ્ટ્ર રહેતા વિજયભાઈ ઈશ્વરભાઈ પટેલ 12 માસની રૂ.36000 રકમ ન ચૂકવતાં કોર્ટે તેમને ૧૮૦ દિવસની સજા ફરમાવી હતી.

કિસ્સો 5: પાટણના દૂધારામપુરા ગામના પરમાર પ્રેમીલાબેન રમણભાઈ ને તેમના પતિ અમદાવાદ સ્થિત રમણભાઈ ધનાભાઈ પરમારે રૂપિયા 5,000 ચૂકવી આપ્યા હતા અને બાકીના 77 50 ન ચૂકવ્યા હોવાથી તેમને ૩૦ દિવસની કેદ ફરમાવી હતી.

X
Patan - ભરણપોષણ ન ચુકવતાં પાંચ પતિઓને સજા ફટકારાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી