રણુંજામાં ધર્મ શાળા માટે 2.70 લાખનો ચેક

Patan - રણુંજામાં ધર્મ શાળા માટે 2.70 લાખનો ચેક

DivyaBhaskar News Network

Sep 11, 2018, 03:25 AM IST
પાટણ |રાજસ્થાનમાં આવેલ રણુંજા ધામમાં આકાર પામી રહેલા વાલ્મિકી સમાજની ધર્મશાળા માટે સહયોગી બનવા માટે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાલ્મિકી નવયુવક ચેરીટેબલ ટ્રસ્ટ ભીલડીના પ્રમુખ શામળભાઈ ભલાભાઇ મકવાણા તથા કમિટિના સભ્યો દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાંથી રૂ.2.70 લાખનો ફાળો એકત્ર કરી જેનો ચેક અલખધણીના સેવક કરસનભાઈ અમથાભાઇ કુવારા વાળાને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે બનાસકાંઠા અને પાટણ વાળાના પટેલો, પ્રમુખો, આગેવાનો, સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભીલડી સિલસિલા હોટલના માલિક શાંતિલાલ તરફથી જમણવાર સહિતનો લાભ આપ્યો હતો.

X
Patan - રણુંજામાં ધર્મ શાળા માટે 2.70 લાખનો ચેક
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી