તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • સિદ્ધપુરમાં માટીની ભેખડ ધસતાં 2 દટાયા,બચાવાયા

સિદ્ધપુરમાં માટીની ભેખડ ધસતાં 2 દટાયા,બચાવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
8 ફૂટ ઊંડા પાયામાં દબાઈ ગયા, જેસીબીથી માટી હટાવાઈ,સવા કલાક બચાવ કામગીરી ચાલી

હિરાપન્ના માર્કેટ પાસે સંતની સમાધિના નવિનીકરણ દરમિયાન બનેલી ઘટના

સિદ્ધપુરશહેરના હિરાપન્ના માર્કેટ પાસે આવેલી નટ સમાજના સંતની સમાધિના નવિનીકરણ માટે બે યુવકો કામકાજ કરી રહ્યા હતા. તે વખતે અચાનક માટીની ભેખડ ધસી પડતા બન્ને યુવકો દટાઇ ગયા હતા. તંત્રની ટીમે સવા કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરીને બન્ને યુવકોને બચાવી લીધા હતા. તેઓને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

શહેરમાં હિરાપન્ના માર્કેટ પાસે નટ સમાજના સંતની વર્ષો જુની સમાધિની જગ્યા આવેલી છે. તેના નવીનીકરણ માટેનું કામ ચાલી રહ્યું છે. બુધવારે સવારે 9:30 કલાકના અરસામાં ગુલાબભાઇ પ્રતાપભાઇ નટ અને મહેરૂભાઇ ફતેસિંહ નટ આઠ ફુટ જેટલાં ઊંડા પાયામાં ઉતરીને કામ કરી રહ્યા હતા. જમીન ઉપર પણ મોટો માટીનો ઢગલો પડેલો હતો. તે વખતે અચાનક ભેખડ ધસી પડતા બન્ને જણા માટી નીચે દટાયા હતા.

ઘટનાની બાજુમાં સફાઇનું કામ કરતા પાલિકાના સફાઇ કામદારોને જાણ થતા તેમણે તાત્કાલિક પાલિકામાં જાણ કરતાં પાલિકાની ટીમ જેસીબી મશીન સાથે દોડી આવી હતી. પ્રાંત અધિકારી જસવંત જેગોડા અને મામલતદાર અેન.એસ.ડીયા પણ ઘટના સ્થળે દોડી આવીને પાલિકાની ટીમ મારફતે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાવ્યું હતું. પ્રથમ જેસીબી મશીનથી માટી હટાવવાનું કામ શરૂ કર્યુ હતું. પરંતુ જમીન પોચી થઇ ગઇ હોવાથી વધુ ભેખડો પડે તે માટે જેસીબી થી કામ બંધ કરાવીને ટીમના માણસો દ્વારા માટી હટાવી હતી.

મહેરૂભાઇ નટને 25 મિનીટમાં બહાર કાઢી લિધો હતો. જ્યારે ગુલાબભાઇ નટને બહાર કાઢતા એક કલાક જેટલો સમય લાગ્યો હતો. સવા કલાક જેટલો સમય તંત્રએ રેસ્ક્યુ ઓપરેશન કરીને બન્ને યુવકોને બહાર કાઢ્યાં હતા. તેઓને ઇજાઓ થઇ હોવાથી પ્રાંત અધિકારીની ગાડી અને અન્ય એક વાહનમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

કુટંુબીજનોએ પાર્થના ‘ભગવાન એમને બચાવી લો’

સિદ્વપુરમાં ભેખડ નીચે ડટાયેલા બંને યુવકો સહી સલામત રહે તે માટે તેમના પરીવાર અને કુટુુબીજનોએ ભગવાનને નમન કરીને પાર્થના કરી હતી.તસવીર-સુનિલ પટેલ

સમાધિનું પાયાનું ખોદકામ કરતા હતા ત્યારે ભેખડ ધસી પડતા બે મજુરો દટાયા હતા.

બંનેને સામાન્ય ઇજાઓ પહોંચી

^ગુલાબભાઇનટને પગના ભાગે ઇજાઓ થઇ હતી. મહેરૂભાઇ નટને બેઠો માર વાગેલો હતો બન્નેને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.> ર્ડા.રાજેશપટેલ, સિવિલનાRMO

કામ સ્થગિત કરાવી દિધું

^રેસ્ક્યુઓપરેશન કરી બન્ને યુવકોને બચાવી લેવામાં આવ્યા છે. અને સમાધીનું કામ સ્થગિત કરાવી દેવા માટે પાલિકાને સુચના આપી છે. >જસવંત જેગોડા, પ્રાંત અધિકારી

અન્ય સમાચારો પણ છે...