તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • કાંસા ગામે નવા ચુંટાયેલા સરપંચ સામે શૌચાલય ના હોવાનો આક્ષેપ

કાંસા ગામે નવા ચુંટાયેલા સરપંચ સામે શૌચાલય ના હોવાનો આક્ષેપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાના કાંસા ગામે તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી. જેમાં વિજેતા થયેલા સરપંચ તુલસીજી વાલાજી ઠાકોરે ચૂંટણીમાં સરપંચના ફોર્મ સાથે શૌચાલય ની સવલત ધરાવું છું તેવું સોગંદનામુ અને શૌચાલય ધરાવું છું તેવો ખોટો દાખલો રજુ કરેલ હોવાનો આક્ષેપ તેમના ગામના ચૌધરી રામસીભાઇ માવજીભાઇએ કરીને સરસ્વતી મામલતદાર કચેરી,સરસ્વતી તાલુકા પંચાયત, પાટણ જિલ્લા કલેકટર અને તાલાટીને લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. તેવું ચૌધરી રામસીભાઇ જણાવ્યુ હતું.

બાબતે ચુંટાયેલા સરપંચ તુલસીજી વાલાજી ઠાકોર ની ટેલિફોનીક વાત ચિતમાં જણાવ્યુ હતું કે હું મારી માતાના ઘરમાં પરીવાર સાથે રહું છું અને ગામમાં મારી માતાના બે મકાન છે તે બન્ને મારી માતા ના ખાતે છે બન્ને માં શૌચાલય છે.જેથી મારા ઉપર લગાવેલા આક્ષેપ ખોટો છે તેવું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...